Social Work

એક જ દિવસમાં સેવા સંસ્થાનાં સહકારથી સુરતમાં રેકોર્ડ બ્રેક ત્રણ-ત્રણ કોવિડ આઇશોલેશન સેન્ટર શરૂ કરાયા.

એક જ દિવસમાં સેવા સંસ્થાનાં સહકારથી સુરતમાં રેકોર્ડ બ્રેક ત્રણ-ત્રણ કોવિડ આઇશોલેશન સેન્ટર શરૂ કરાયા.

સંસારમાં ત્રણ અંકની તાકાત અને મહત્વ ઘણું છે. ત્રિનેત્ર, ત્રિકાળ, ત્રિશૂળ – પ્રોટોન, ન્યુટ્રોન, ઈલેક્ટ્રોન. એમ ત્રણના અંકનો જ્યારે સરવાળો થાય છે ત્યારે એનું મહત્વ ત્રણ ગણું વધી જતું હોય છે. કાળમુખી કોરોના કાળમાં સેવા સંસ્થાનાં સહકારથી સુરતમાં આજે એક જ દિવસમાં શિવ શંકરના ત્રિનેત્રની જેમ ત્રણ-ત્રણ કોવિડ આઇશોલેશન સેન્ટર શરૂ કરાયા. જે પરિવાર પોતાના ઘરે આઇશોલેશન થઇ શકતા નથી. તેમના માટે આ સેન્ટરથી ઓક્ઝિજન બેડ, ઉપરાંત ભોજન અને રહેવા માટેની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરાઇ છે. સેવા સાથે અન્ય સંસ્થાના સાથ સહકારથી સામાન્ય વર્ગના લોકોને યોગ્ય સારવાર મળી રહે તે પ્રકારનું અહી આયોજન કરાયું છે. આજરોજ કતારગામ, મરઘા કેન્દ્ર, હીરાબાગ ખાતે આ વ્યવસ્થા શરૂ કરાઇ છે. મુરઘા કેન્દ્ર કાપોદ્રા ખાતે ટાઇગર ફોર્સ, શ્રી મંગલનાથ આહીર યુવક મંડળ ટ્રસ્ટ, રાષ્ટ્રભૂમિ સેવા સંઘ, SRD ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી કામધેનુ સેવા સત્સંગ મંડળ દ્વારા અને સિંગણપોર કોઝવે કતારગામ વિસ્તારમાં સેવા, આપ પાર્ટી, નેશનલ યુવા સંગઠન NYS સેવક એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ,અસ્મિતા ન્યૂઝ પરિવાર, ડો. કિશોરભાઈ રૂપારેલીયા ટીમના અને હીરાબાગ ખાતે વોર્ડ નં 4-5 આમ આદમી પાર્ટી જનપ્રતિનિધિના સહયોગથી કોવિડ આઈસોલેશન સેન્ટરનું આજે શુભારંભ કરવામાં આવ્યું હતું સમાજ અગ્રણી મહેશભાઈ સવાણી, કાનજીભાઈ ભાલાળા, ગોપાલભાઇ ઈટાલીયા તેમજ સેવા ગ્રુપનાં આગેવાનો દ્વારા આ સેન્ટરોને આજ રોજ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ સેન્ટર પર દર્દીની તપાસ માટે ત્રણ ટાઈમ ડોક્ટર વિઝિટ લેશે. આ ઉપરાંત દવા પણ પુરી પાડવામાં આવશે સાથે નાહવાની વ્યવસ્થા માટેની આખી કીટ, સવારનો ચા-નાસ્તો, બે ટાઈમ ભોજન, રાત્રે હળદરવાળું દૂધ, મિનરલ વોટર એનર્જી ડ્રિંક્સ, તદ્દઉપરાંત સાંજે લીંબુ સરબત દર્દી અને તેના સગાઓ માટેની સેવા વિના મૂલ્યે પુરી પાડવામાં આવશે. સામાજિક સંસ્થાઓના સહયોગથી ચાલતા આ આઈસોલેશન સેન્ટર્સમાં દાતાશ્રીઓના સહયોગથી ઓક્સિઝનની બોટલો, મનોરંજન માટે લાઈડસ્પીકર અને પ્રોજેક્ટર/ LED સ્ક્રીનની સુવિધાઓ પણ આમાં સામેલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *