Surat news

સરદારધામ’ સુરત ખાતે વિશ્વ મહિલા દિન અંતર્ગત ‘શક્તિ મંચ’ કાર્યક્રમ યોજાયો.

*’સરદારધામ’ સુરત ખાતે વિશ્વ મહિલા દિન અંતર્ગત ‘શક્તિ મંચ’ કાર્યક્રમ યોજાયો*

*સ્ત્રી એટલે વાત્સલ્ય, માંગલ્ય, માતૃત્વ અને કર્તવ્ય*

‘સરદારધામ’ સુરત ખાતે “વિશ્વ મહિલા દિન” અંતર્ગત ‘શક્તિ મંચ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર ડો.મોનિકાબેન વસાણી દ્વારા નારી શક્તિમાં સર્જનાત્મક વિચારોંનું વાવેતર કરાયું હતું. તેમજ તેમના દ્વારા વર્તમાન સમયમાં ગૃહલક્ષ્મી, માતા, બેટી, વહુ અને અર્ધાંગિની જેવી ફરજોનું પાલન કરતા કરતા સફળ બિઝનેસ વુમન તરીકે પ્રોફેશનલ લાઇફને કેવી રીતે મેનેજ કરી શકાય તેવું માર્ગદર્શન અપાયું હતું. મોનિકાબેને તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, ભૌતિક સુખ સગવડો માં આપણે ઘણા આગળ વધ્યા છીએ, પરંતુ હવે વિચારોથી પણ Update થવાનું છે. દેખાદેખી કર્યા વગર સાચી દિશામાં આગળ વધવાનું છે. ભારતમાં જે મહિલાઓ ઉચ્ચ સ્થાન પર છે એમના દ્રષ્ટાંત પરથી બોધપાઠ લઈને આપણે પણ જીવનમાં આગળ વધીએ. ઉદ્યોગ સાહસિક મહિલાઓને મોટીવેટ કરવા તેમણે વુમન Empowermentની આખી abcd કહી હતી. તેમણે નારીમાં રહેલ ત્રણ શક્તિના સ્વરૂપો જેમકે સર્જન શક્તિ, રક્ષણ -પોષણ શક્તિ, પરિવર્તનની શક્તિનો પણ પરિચય આપ્યો. પોતાના વક્તવ્યના અંતમાં તેમણે મહિલાઓને સમાજ પ્રત્યે પોતાની ફરજ યાદ કરાવતા કહ્યું કે, નારી શક્તિ અનંત છે અને અનેક વિધ સ્વરૂપે છે. સ્ત્રીનું દરેક કાર્ય ખૂબ અગત્યતા ને મહત્વતા ધરાવે છે. ત્યારે દરેક મહિલાએ સમાજ આપણા માટે શું કરે છે એ નહિ. પરંતુ આપણે આપણી આવડત, શક્તિ ,સમયનું યોગદાન આપીને સમાજને શુ આપી શકીએ તે વિચારવું જોઈએ. એ વિષય પર પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો.

મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવા ‘સરદારધામ યુવા તેજ સંગઠન’નાં હોદ્દેદારો પૈકી નરશીભાઇ સવાણી ‘યુવા તેજ કન્વિનર (દક્ષિણ ગુજરાત),અભિનભાઈ કળથીયા ‘યુવા તેજ કન્વિનર (ગુજરાત) તેમજ હસમુખભાઈ શિંગાળા ‘યુવા તેજ કન્વિનર (સુરત ડિસ્ટ્રીક્ટ) ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેમના દ્વારા મહિલા દિન ઉપક્રમે સમાજના સમર્પીત દરેક હોદ્દેદાર બહેનોમાંથી ‘શ્રીમતી ઈન્દુબેન સોરઠીયા’ને સરદારધામ પ્રત્યેનો આદર ભાવ અને એમનાં આગવા યોગદાન બદલ “નારી શક્તિ એવોર્ડ” થી સન્માનીત કરવામાં આવ્યા હતા. વક્તા ડૉ.મોનિકાબેન વસાણીને પણ સ્મૃતિ ચિન્હ આપીને સન્માનિત કર્યા હતા. ‘સરદારધામ યુવા તેજસ્વિની સંગઠન’ નાં દરેક હોદ્દેદારો અને આંગતુક મહેમાનો એ નારીશક્તિ વિશે એમનાં વિચારો રજૂ કર્યા હતાં. નરશીભાઈ સવાણી એ પોતાના વ્યકતવ્યમાં કહ્યું હતું કે, જીવનનાં દરેક તબક્કે સંઘર્ષ હોવા છતાં નવી પેઢીને જન્મ આપીને સંસ્કારીત કરવાનું સૌભાગ્ય ફક્ત નારી ને પ્રાપ્ત થયું છે એટલે એમને ‘જગત જનની’ કહીશુ તો એ અતિશયોક્તિ નથી.એ સાથે અભીનભાઈ કળથીયા એ જણાવ્યું હતું કે આજે દરેક ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવતી સ્ત્રી પુરૂષ સમોવડી બની છે. જો સમાજની સાચી દિશા અને દશા બદલવી હશે તો મહિલાઓને સમાજ હીતનાં કાર્યોમાં પણ સહભાગી થવું પડશે. આ સાથે ‘વિશ્વ મહિલા દિન’ની ઉજવણી સરદારધામ – સુરત ખાતે સફળતા પૂર્વક કરાઈ હતી. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન “સરદારધામ યુવા તેજ- તેજસ્વિની સંગઠન” નાં હોદ્દેદારો દ્વારા થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *