રોટરેકટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા દિવાળી અને નવા વર્ષ ની શરૂઆત ગરીબ અને મજૂર વર્ગ નાં પરિવારોને નવા કપડાં અને મીઠાઈની ભેટ દ્રારા કરાઈ.
વરાછા – સુરત,
દીવાળી પર્વ દરમ્યાન દરેક વ્યક્તિ એવું ચાહતો હોય છેકે તે તેમના પરિવાર સાથે નવા કપડાં પહેરે, મીઠાઈ ખાઈ અને ખૂબ આનંદ થી તહેવાર ઉજવે..
પરંતુ એવા ઘણા પરિવારો છે જેમાં આવું શકય બનતું નથી, પરંતુ રોટરેક્ટ કલબ ઓફ સુરત ઈસ્ટ ઘણા વર્ષોથી પ્રોજેક્ટ દીપોત્સવ અંતર્ગત આવા પરિવારો ને નવા કપડાં, મીઠાઈ વગેરે જેવી વસ્તુઓ આપી સાચા અર્થ માં દીવાળીની ઉજવણી કરવામાં એક માધ્યમ બનતું આવ્યું છે.
રોટરેકટ કલબ ઓફ સુરત ઈસ્ટ દ્રારા દિવાળી અને નવા વર્ષની શરૂઆત ગરીબ અને મજૂર વર્ગ નાં પરિવારોને પ્રોજેક્ટ “દીપોત્સવ” અંતર્ગત નવા કપડાં અને મીઠાઈની ભેટ આપી તેમના જીવન માં અંધકાર દૂર કરી પ્રકાશ આપતા દીવાળી પર્વ ની ઉજવણી કરવામાં આવી. સમગ્ર આયોજન કલબ પ્રેસિડેન્ટ રો. પ્રતીક વસોયા, કલબ સેક્રેટરી રો. વિપુલ બલર ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન રો. તન્વી માલવીયા અને રો. સંગીતા નવાપરા દ્વારા કરવામાં આવ્યું.