શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ડાંગ જીલ્લાના 311 ગામોમાં હનુમાન મંદિરોનાં નિર્માણયજ્ઞનાં સંકલ્પરૂપે પાંચમી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 11 મંદિરોનું લોકાર્પણ કરાયું.
जिनके सीने में श्री राम हैं, जिनके चरणों में धाम हैं,
जिनके लिए सब कुछ दान हैं, अंजनी पुत्र वो हनुमान हैं।
કહેવાય છે કે હનુમાનજી આજે પણ ધરતી પર બિરાજમાન છે. આજના કળીયુગમાં હનુમાનજીની ભક્તિ શ્રેષ્ઠ અને ફળદાયી છે. જે ભક્ત નિયમિતપણે હનુમાનજીની પૂજા-આરતી કે ભક્તિ કરે છે. તેને પોતાને લાગે છે કે હનુમાનજી તેની આસપાસ હાજર છે અને તે તેમની રક્ષા કરી રહ્યા છે. જો કે હનુમાનજીના લાખો ભક્તો છે. પણ આજે આપણે અહીં એક એવા ભક્તની વાત કરવા જઈ રહ્યા છે જેમણે એક સ્થળે હનુમાનજીની ખંડિત મૂર્તિ જોઈને હનુમાનજીના 311 મંદિરો બાંધવાનો સંકલ્પ લીધો છે. એ ભક્ત એટલે SRK એમ્પાયરનાં ફાઉન્ડર ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા. પાછી એમની સરળતા અને સહજતા તો જુઓ નિર્માણ માટે એકલા સક્ષમ હોવા છતાંય તેઓ જણાવે છે કે એકલા બનાવીશું તો કદાચ અભિમાન આવી જવાની શક્યતા છે.
એટલે 50% ખર્ચ પેટે આપે. જેથી તેઓનું સહયોગી તરીકે નામ આપી શકાય. આ રીતે સહુએ સાથે રહીને મંદિરો બનાવ્યા છે એવો ભાવ ઉભો થાય એ હેતુથી દાતાઓના સહયોગથી મંદિર બની રહ્યા છે. પ્રકૃતિની ગોદમાં પાંગરેલો ગુજરાતનો ડાંગ જીલ્લો અને ડાંગ વાસીઓ કુદરતનાં ઉત્કૃષ્ટ સર્જનોમાંના એક છે. સમગ્ર જિલ્લામાં 97% ભૂમિ ઉપર જંગલો- ડુંગરા -ખીણો આવેલા છે. શબરી માતા અને ભગવાન શ્રી રામની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પ્રસિદ્ધ છે. રામભક્ત હનુમાનજી સમગ્ર ડાંગીઓમાં સર્વમાન્ય દેવ તરીકે પ્રસ્થાપિત છે. સંગમ વસેલા સવા બે લાખ વનવાસીઓનાં જીવનની સામાજીક ચેતના માટે ડાંગ પ્રયાગ હનુમાન યાગ નામનો હનુમાન યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જે પૈકી પાંચમો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં કુમારબંધ ગામ ખાતે જગતગુરુ નિમ્બાકાઁચાર્ય શ્રી શ્યામશરણ દેવાચાર્યશ્રી (નિમ્બાર્ક તીર્થ- કિશનગઢ- અજમેર) ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.
જેમાં સુસરદા, સાકારપાતળ, સાદડમાળ, ધાંગડી, ચીચોડ, ચિખલદા, કુમારબંધ, નાનીદાબદર, મોટીદાબદર, વાઘમાળ અને કુન્દા ગામનાં 11 મંદિરોનું લોકાર્પણ થયું હતું. અને ગામોની અંદર શોભાયાત્રા નીકળી તેમજ પરંપરાગત નૃત્ય, ગામ સુશોભન, ગ્રામ સફાઈ જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, આ મંદિરોના નિર્માણ પાછળનો હેતુ હનુમાનજી મંદિરમાં લોકોમાં ભક્તિ, સેવા સ્મરણ સાથે ગામ લોકોની એકતા વધે અને વ્યસન મુક્તિ સહિત સંસ્કારના સમન્વય સાથે તીર્થ બને તેવા આશ્રય થકી આ ભગીરથ કાર્યની શરૂઆત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ગામની અંદર મંદિર બનવાથી ગામ સ્વનિર્ભર બનશે. ગામ કમિટી જે પણ બચત કરે છે એ રકમ જરૂરિયાત મંદ બાળકોના શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો માટે બિયારણ અને અન્ય જરૂરિયાત માટે ઉપયોગી થશે. ગામમાં કાચા મકાનોમાં લાઈટની સુવિધા ના હોવાથી રાત્રી દરમિયાન વિદ્યાર્થીઓ અહીં ભેગા થઈને વાંચી પણ શકશે. પ્રાણપ્રતિષ્ઠા પછી મંદિરનું સંપૂર્ણ સંચાલન ગામ લોકોને સોંપવામાં આવે છે. રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 28 વર્ષમાં આદિવાસી એરિયામાં 100 જેટલા ડોક્ટરો સાથેનો મેડિકલ કેમ્પ પણ કરવામાં આવ્યો છે. આ જિલ્લામાં વિવિધ ગામોમાં મેડિકલ સેવા, વસ્ત્રદાન, શૈક્ષણિક કીટ ઉપરાંત બાળકો અને દરેકની જીવન જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ પહોંચાડવાનું કામ તો થાય જ છે પરંતુ તેની સાથે સાથે પેઢી દર પેઢી સુધી સંસ્કાર, ગામની એકતા અને આપણી સંસ્કૃતિ સચવાઈ રહે તે હેતુથી આ નિર્માણ યજ્ઞ શરૂ કર્યો છે. આ કાર્યક્રમમાં સ્ટેજ સંચાલનની જવાબદારી સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સંગઠન ને શિરે હતી જેમાં સુરત થી 22 સભ્યો આ સેવામાં સામેંલ થયા હતા જેનું નેતૃત્વ મેહુલભાઈ માલવીયા અને સાગરભાઈ દુધાત દ્વારા થયું હતું.
સાથે સેવાના સહભાગી તરીકે રસોડાની તમામ જવાબદારી મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ (રાકેશભાઈ ગોધાણી) ની ટીમે સંભાળી હતી. સુ-સંસ્કાર દીપ યુવક મંડળ (કાળુભાઈ શેલડીયા), વંદે માતરમ ગ્રુપ (મનસુખભાઇ વિરડીયા) પરમાર્થ ગ્રુપ (ભરતભાઈ માંગુકીયા) વાવડી યુવક મંડળ (જગદીશભાઈ ધામેલીયા) શ્રી રોકડીયા હનુમાનજી મંદિર સેવા સમિતિ (ચંદુભાઈ જાનકી), દુધાળા યુવક મંડળ (સતિષભાઈ માલવીયા) નું ગ્રુપ પણ સેવાનાં સહભાગી તરીકે આ કાર્યક્રમમાં જોડાયું હતું.