સરદારધામ GPBO સુરત આયોજીત યુનિટી હોસ્પિટલ GPL- 2 નું યોજાયું લાઈવ ઓક્શન.
યુવાનોનાં શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે સતત કાર્યરત સંસ્થા સરદારધામ દ્વારા યુવાનોનાં સર્વાંગી વિકાસ માટે કાર્યો થઈ રહ્યા છે. યુવાનો વ્યવસાયની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પોતાની તંદુરસ્તી જાળવી રાખીને તેની કાળજી લે એ અત્યંત જરૂરી છે. હેલ્થ ઇસ વેલ્થ અને હિટ એજ થાય છે જે ફિટ રહે છે એ બાબતને ધ્યાનમાં રાખીને GPBO (ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન) દ્વારા સમયાંતરે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. GPBO પ્રિમિયર લીગ GPL સિઝન 2 નું આયોજન 22-23 એપ્રિલ દરમિયાન નક્કી થયું છે.
જેમાં આરોગ્ય ક્ષેત્રની અગ્રણી યુનિટી હોસ્પિટલ ટાઈટલ સ્પોન્સર તરીકે જોડાઈ છે. જેના ભાગરૂપે 21માર્ચના રોજ સ્પાઈસ ડીલાઈટ રેસ્ટોરન્ટ મોટા વરાછા ખાતે ખેલાડીઓનું ઓક્શન થયું હતું. જેમાં 6 ટીમની ફ્રેન્ચાઈઝી દ્વારા GPBO, યુવા તેજ સંગઠન અને ટિમ સરદારધામનાં સભ્યોની પ્લેયર તરીકે પસંદગી થઈ હતી.
ઓક્શનમાં ખેલાડીઓ સાથે વિવિધ શ્રેણીનાં સ્પોન્સર તરીકે યુવા સાહસિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. GPBO માંથી અમીતભાઈ રૂડાણી (ઝોન ઓબ્જર્વર), કૌશિકભાઈ ચિતલીયા અને સાગરભાઈ દુધાત (ડીસ્ટ્રીક ઓબ્જર્વર) અને દરેક વિંગ ઓબ્જર્વર, લીડર્સ અને મેમ્બર્સ હાજર રહ્યા હતા. ટિમ સરદારધામ સુરત તરફથી ગણપતભાઈ ધામેલીયા, અભિનભાઈ કળથીયા, મિલનભાઈ ભીંગરાડિયા, નરશીભાઈ સવાણી, વિપુલ સાચપરા ઉપસ્થિત હતા. આ ઇવેન્ટનું સંચાલન ધવલ ખોયાણી, નીકુજ કોલડિયા, મયુર સોજીત્રા, પ્રશાંત રુદાણી, મયુર ધોળિયા અને નિકુંજ માલાણી, અરવિંદ ખાનપરા, અલ્પેશ સાચપરા દ્વારા કરવામાં આવ્યું હતું.