સરદારધામ સંચાલિત સૂર્યા વરસાણી (કચ્છ-ભુજ) વચ્ચે 40 કરોડથી વધુ ખર્ચે માળખાકીય વ્યવસ્થા સાથે ઐતિહાસિક સમજુતી કરાર
સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે અને સરદાર સાહેબની આંખોના સોનેરી સપના સાકાર કરવા માટે તેમજ સમસ્ત પાટીદારની એકતાથી સમાજનાં ઉજ્જવળ ભવિષ્ય અને યુવા શકિતના સર્વાગી વિકાસ માટે પાંચ લક્ષબિંદુઓ અંતર્ગત કામગીરી કરવા માટે સરદારધામ કટીબધ્ધ અને સંકલ્પબધ્ધ છે. સરદારધામ સંચાલિત સૂર્યા વરસાણી એકેડમી ભુજના પ્રણેતા શ્રી વિશ્રામભાઇ જાદવાભાઇ વરસાણી- આફ્રિકા (સીસીલ) અને પ્રમુખ સેવક ગગજી સુતરીયા વચ્ચે તા.10-4-2021ના રોજ ટીમ સરદારધામના સભ્યો અને વિશ્રામભાઇના પરિવારજનોની ઉપસ્થિતિમાં સરદારધામ-અમદાવાદમાં સમજૂતિ કરાર (MOU) કરવામા આવ્યા હતા. ટુંક સમયમાં સહુ મિત્રોની શુભકામનાથી સુર્યા વરસાણી એકેડમી ભુજ ખાતે સરદારધામનો ભવ્ય શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવશે.
ઉપરોક્ત ઐતિહાસિક કરાર માટે શ્રી વિશ્રામભાઇ વરસાણીનો ટીમ સરદારધામ અને સમગ્ર ટ્રસ્ટીગણ સહદય આભાર વ્યકત કર્યો હતો.
More news : www.ngofatafatnews.com