વેકેશનનો સદુપયોગ થાય એ હેતુથી રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દક્ષિણ ગુજરાત પ્રાંત ના યુવા શોર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન તા. 17-5-2022 થી 22-5-2022 દરમિયાન RMG ઈંગ્લીશ સ્કૂલ, લાડવી ગામ ખાતે થયું હતું જેમાં દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓ માંથી 114 યુવાનો ભાગ લીધો હતો, જ્યાં યુવાનોને બૌદ્ધિક અને શારીરિક રીતે મજબૂત કરવા માટે જુડો કરાટે, લક્ષ્ય ભેદ, લાઠી દાવ, ઓપ્ટિકલ, ધનુ્રવિદ્યા, તીરંદાજી રમતો, યોગાસન, સૂર્ય નમસ્કાર જેવી શારીરિક તાલીમ આપી હતી સાથે સાથે બૌદ્ધિક વ્યક્તવ્ય દ્વારા માનસિક ઘડતર તેમજ રાષ્ટ્રભક્તિ ના પાઠ દ્વારા વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્રીય નિર્માણનું માર્ગદર્શન અપાયું હતું, સહયોગી તરીકે ઈન્ડિયા હેલ્થ લાઈન અને અન્ય સંસ્થાઓ જોડાઈ હતી, જે સભ્યો ભાગ લીધો હતો એમના માટે રહેવાની જમવાની ઉત્તમ વ્યવસ્થા પુરી પડાય હતી, સાથે આ વર્ગમાં પ્રાંત, પ્રદેશ તથા કેન્દ્રીય પદાધિકારી મનોજ સિંહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં કિશોરભાઈ હાપલિયા, હસમુખભાઈ રૈયાણી, ડો.પૂર્વેશભાઈ ઢાંકેચા અને ટીમનું નેતૃત્વ સાંપડ્યું હતું.
Related Articles
કોરોના સામે સંજીવીની સમાન ધનવંતરી રથનો ઉત્રાણ વિસ્તારની સોસાયટીઓમાં લેવાય રહેલો લાભ.
ધનવંતરી અર્થાત ધનતેરસનાં પવિત્ર દિવસે ધનવંતરી દેવની પૂજા થાય છે તેઓ લક્ષ્મીજીનાં ભાઈ છે અને આર્યુવેદના આચાર્ય અને દેવતાઓના વૈદ્ય છે, એમના નામ પર થી ગુજરાત સરકારે ગુજરાતની પ્રજા માટે ધનવંતરી રથની સેવા શરૂ કરી છે, આ એક એવું હેલ્થ મોબાઈલ યુનિટ છે જેમાં એક ડોક્ટર, એક લેબ આસિસ્ટન્ટ એક ફાર્માસ્ટિટ સહિત પાંચ આરોગ્યકર્મીનો સ્ટાફ […]
સ્મીમેર હોસ્પિટલથી આઈસોલેશન સેન્ટર આવેલા 83 વર્ષીય દર્દી 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે ગયા.
સ્મીમેર હોસ્પિટલથી આઈસોલેશન સેન્ટર આવેલા 83 વર્ષીય દર્દી 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે ગયા સાગર કોમ્યુનિટી હોલ, મરઘા કેન્દ્ર ખાતે સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા પ્રેરિત સામાજિક સંસ્થાઓ ટાઇગર ફોર્સ,કામધેનુ ધૂન મંડળ,મંગલનાથ આહીર યુવક મંડળ,SRD ટ્રસ્ટ,રાષ્ટ્રભૂમિ સેવા સંઘ,આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ,સોશિયલ આર્મી, આપના જનપ્રતિનિધીઓ સાથે સહુનાં સહિયારા પ્રયાસો થી સંચાલિત […]
ભુજ થી સુરત આવેલા દર્દી 5 દિવસની આઈસોલેશન સેન્ટરની સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે ગયા.
ભુજ થી સુરત આવેલા દર્દી 5 દિવસની આઈસોલેશન સેન્ટરની સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે ગયા. સાગર કોમ્યુનિટી હોલ, મરઘા કેન્દ્ર ખાતે “સેવા” સંસ્થા પ્રેરિત સામાજિક સંસ્થાઓ ટાઇગર ફોર્સ,કામધેનુ ધૂન મંડળ,મંગલનાથ આહીર યુવક મંડળ,SRD ટ્રસ્ટ,રાષ્ટ્રભૂમિ સેવા સંઘ,આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ,સોશિયલ આર્મી, આપના જન પ્રતિનિધી સાથે સહુનાં સહિયારા પ્રયાસો થી સંચાલિત આઈસોલેશન સેન્ટર જેમાં આજરોજ દર્દી રતીબેન દેવાભાઈ […]