Social Work

કોરોના સામે સંજીવીની સમાન ધનવંતરી રથનો ઉત્રાણ વિસ્તારની સોસાયટીઓમાં લેવાય રહેલો લાભ.

ધનવંતરી અર્થાત ધનતેરસનાં પવિત્ર દિવસે ધનવંતરી દેવની પૂજા થાય છે તેઓ લક્ષ્મીજીનાં ભાઈ છે અને આર્યુવેદના આચાર્ય અને દેવતાઓના વૈદ્ય છે, એમના નામ પર થી ગુજરાત સરકારે ગુજરાતની પ્રજા માટે ધનવંતરી રથની સેવા શરૂ કરી છે, આ એક એવું હેલ્થ મોબાઈલ યુનિટ છે જેમાં એક ડોક્ટર, એક લેબ આસિસ્ટન્ટ એક ફાર્માસ્ટિટ સહિત પાંચ આરોગ્યકર્મીનો સ્ટાફ દર્દીઓની સારવાર માટે ઉપસ્થિત છે, આ યુનિટનાં માધ્યમ થી સુરતનાં વિવિધ વિસ્તારમાં જઈને દર્દીઓને પ્રાથમિક સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે, જેઓને કોરોનાથી ડર લાગતો હોય અને હોસ્પિટલમાં જઈ શકતા નથી તેમને ધનવંતરી રથ ઉપયોગી છે, આ રથમાં ડોક્ટર સાથે દવાઓ રાખવામાં આવે છે, નાની મોટી બીમારી માટે કોઈપણ વ્યક્તિ આ રથની મુલાકાત લઈ શકે છે આ રથમાં વિનામુલ્યે ઉપચાર થાય છે, સુરત શહેરમાં SMC દ્વારા અલગ અલગ વિસ્તારોમાં 150 જેટલા આ રથ ઉપલબ્ધ છે ત્યારે આજરોજ ઉત્રાણ વિસ્તાર સ્થિત શાલિગ્રામ સ્ટેટસ સોસાયટીમાં એન.વી.ઉપાધ્યાય સાહેબ (ડેપ્યુટી ઝોન ઓફિસર) નાં માર્ગદર્શન હેઠળ સોસાયટી સભ્ય વિપુલ સાચપરાનાં પ્રયાસથી આજે આ રથ આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં સોસાયટીનાં સભ્યોએ પ્રાથમીક તપાસ કરાવી ડોક્ટરો પાસે થી સલાહ લઈ અને હોમિયોપેથીક અને આર્યુવેદીક દવા લઈ સભ્યો કોરોના મુક્ત રહે તેવા પ્રયાસો કરાયા હતા, આ રીતે શહેર અને વિસ્તારનાં આગેવાનો આ બાબતે સહુને જાગૃત કરી સરકાર દ્વારા અપાતી આ સેવાનો લાભ લે એવી પ્રાર્થના સાથે સહવિનંતી છે.

More News : www.ngofatafatnews.com

FB : www.fb.com/ngofatafatnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *