ગુજરાતીઓ હવે વિદેશોમાં મહત્વના હોદ્દાઓ પર છે,એટલે ગુજરાતીઓને પાવર તો તમામ માને જ છે. હવે ગુજરાતી પાવરની વધુ એક વખત પ્રતિતી કરાવે તેવી ઘટના થવા જઇ રહી છે.ગુજરાતની જાણીતી સંસ્થા લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દીકરી દત્તક યોજના અંતર્ગત સગાઈ અને લગ્ન માટે વિશેષ સેવા કરી રહી છે ત્યારે વધુ એક એવોર્ડ થી લંડનની બ્રિટીશ પાર્લામેન્ટમાં સન્માનીત થશે,લંડનની બ્રિટીશ પાર્લામેન્ટમાં આયોજિત એક કાર્યક્રમમા લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી રીતુલ નારીયા ભાગ લેવા સપ્ટેમ્બરમાં પહોંચશે અને ગુજરાતી પાવરનો પરચો બતાવશે.
શ્રી રીતુલ નારીયા આ અંગે વાત કરતા જણાવ્યું કે, હું લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ નો ટ્રસ્ટી છું. 27 – 28 સપ્ટેમ્બરના રોજ આયોજિત કાર્યક્રમ હાઉસ ઓફ કોમન્સ (બ્રિટીશ પાર્લામેન્ટ)માં છે. જેમાં અમારી સંસ્થા અને બીજા અન્ય સુનીદા લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં બ્રિટીશ પાર્લામેન્ટના એમપી પણ હાજર રહેશે.
ટ્રસ્ટીશ્રી રીતુલ નારીયા એ વધુમાં જણાવ્યું કે, આ એક પાવરફુલ નેટવર્કિંગ કાર્યક્રમ હશે. જેમાં ગુજરાતી કોમ્યુનિટી લંડનની પોલીસી મેકિંગથી લઇને, બિઝનેસ, કલ્ચર વગેરે મહત્વપુર્ણ વિષયો પર પોતાના વિચારો મુકશે. ગુજરાતી કોમ્યુનિટી માત્ર ગુજરાત પુરતી સિમીત નથી રહી, હવે એ ગ્લોબલ કોમ્યુનિટી છે. આપણે ગુજરાતી હોવાનો ગર્વ લેવો જોઇએ.
ટ્રસ્ટીશ્રી રીતુલ નારીયાએ ઉમેર્યું કે, બ્રિટીશ પાર્લામેન્ટમાં બધાનું કોમન ઇન્ટ્રોડક્શન બાદ પોતાના વિચારો રજૂ કરવા માટે ચોક્કસ સમય ફાળવવામાં આવશે. જેમાં હું ગુજરાતી કોમ્યુનિટીના બીઝનેસ પાવર તેમજ ગુજરાતની સેવા પ્રવુતિ ની વાત રજૂ કરવાનો છું આપણા માટે આ ગર્વ લેવા જેવી વાત છે કે, આપણી કોમ્યુનિટીનો દબદબો હવે એ હદે વધી ગયો છે કે, આપણે દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પોલીસી લેવલ સુધી પ્રભાવ પાડી શકીએ છીએ. આગામી સમયમાં ગુજરાતીઓ વધુ પાવરફુલ થશે આ વાત તમામ માને છે.
જય ગુજરાત