આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય ગૌ રક્ષા દળ, હિન્દુ હેલ્પ લાઇન દ્રારા સુરતના કઠોદરા ગામ માં આવેલ નંદની રો હાઉસ શિવ પેલેસ ઓપેરા હાઉસ પાસોદરા ગામ તથા સુરતના જુદાજુદા વિસ્તારના 50 સ્થળોએ ભારતીય સંસ્કૃતિ અને હિંદુ પુરાણોમાં લખેલું શસ્ત્ર પૂજન અને મહિલાઓને દેવી સ્વરૂપ માનીને બાળાઓનું પૂજન કરવામાં આવ્યું. આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભારતભરમાં નવરાત્રી દરમિયાન એકસાથે 15000 જગ્યા પર દુર્ગાષ્ટમી ના દિવસે બાળાનું પૂજન, ભોજન અને શસ્ત્ર પૂજન કરીને ભારતભરમાં સંદેશો આપવામાં આવ્યો છે કે હિન્દુ સંસ્કૃતિમાં મહિલાઓના આત્મસન્માન મહિલાઓના સરક્ષણ અને મહિલાઓની સુરક્ષા એ હિંદુ સંસ્કૃતિનો અગણ્ય ભાગ છે એટલે જ હિન્દૂ માં દેવીનું પૂજન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પણ દેશ માત્રને માત્ર શાસ્ત્રથી નહીં પરંતુ કોઈ પણ દેશ ધર્મ અને પરિવાર અને સમાજની રક્ષા માટે શાસ્ત્ર સાથે શસ્ત્ર ની પણ જરૂર હોય છે જો માત્ર શાસ્ત્ર લઈને આગળ વધીએ તો કેમ અખંડ ભારતના ભાગલા થયા તેમ દેશ સમાજ અને પરિવારના પણ ભાગલા અધાર્મિક અને અસામાજિક તત્વો કરી શકે જેમ અફઘાનિસ્તાનમાં સંપત્તિથી લઈને બધું જ હતું પણ શસ્ત્ર વગર અસામાજિક અને અમાનવીય તત્વો સામે ઝૂકવું પડ્યું તેઓ વારો ભારત દેશનો ન આવે તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે ઘરે જઈને શસ્ત્ર અને શાસ્ત્ર બંને નું મહત્વ લોકોને સમજાય તે માટે આ ઝુંબેશ ઉપાડી છે આ કાર્યક્રમને લઇને ડોક્ટર પ્રવિણ તોગડીયા જી ના માર્ગદર્શન હેઠળ ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમ પણ છેલ છે કરવામાં આવ્યો છે.
અને પાંચ હજારથી વધુ જગ્યા પર ભારતભરમાં ફરીથી ત્રિશૂલ દીક્ષા ના કાર્યક્રમ થયા સાથે કન્યા પૂજન કરીને એવો સમાજને સંદેશો આપવામાં આવ્યો છે કે મહિલાઓ અને સ્ત્રીઓ નું મહત્વ આપણા શાસ્ત્રોમાં પહેલેથી છે સ્ત્રી સ્વરૂપને દેવી સ્વરૂપ માનીને પૂજવામાં આવે છે જેથી વધી રહેલી ચડતી છેડતી બળાત્કાર અને સ્ત્રી પુરુષના પુરુષોના વચ્ચેના ભેદભાવને દૂર કરી શકાય અને એક અલગ સન્માન્ય દરજ્જો આપવામાં આવે તે આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ નો એક સંદેશ છે રાષ્ટ્રીય બજરંગ દળ કેટલાક પ્રોફેશન એવું માને છે એ જ ખાલી બંધનું એલાન કરે છે નઈ રાષ્ટ્રીય બજરંગ દળ એ સમાજમાં શાંતિ સ્થાપન કરવાનું કામ કરે છે. જે દક્ષિણ ગુજરાતથી લઈને ગુજરાતમાં રાષ્ટ્રીય બજરંગ દળ અસામાજિક તત્વો દ્વારા થતી ખંડણી હોસ્પિટલો પર થતા હુમલા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસ પર થતા હુમલા ને અટકાવી પોતાના કાર્યકર્તા દ્વારા આવા ભણેલા-ગણેલા પ્રોફેશનને રક્ષણ આપવાનું કાર્ય રાષ્ટ્રીય બજરંગ દળ કરે છે આ ઉપરાંત સમાજમાં ફેલાયેલી આ સમાજ અને અરાજકતા અને દૂર કરી દરેક સમાજને એક કરવાનુ એકતા નું કાર્ય રાષ્ટ્રીય બજરંગ દળ કરે છે તેવો મેસેજ આ કાર્યક્રમ દ્રારા શ્રી મનીષ ભાઈ વાઘાણી શ્રી હસમુખ ભાઈ રૈયાની, ડૉ પૂર્વેશ ઢાકેચા, શ્રી નરેશ ભાઈ સાવલિયા, શ્રી દીનેશ ભાઈ અનાઘણ,શ્રી અતુલ ઢેબરિયા , અને શ્રી ગોપાલ ભાઇ જોગરાના, શ્રી ભરત ભાઈ જોગરાના, શ્રી રાજૂભાઈ પંભારે એ પ્રેસ મિડીયા સાથે વાત દરમિયાન આપ્યો હતો.