શહેરના 100 જેટલા કન્સલ્ટન્ટ ડોકટરોનું સંગઠન “સેવા” દ્રારા શરુ કરાયેલી સેવાકીય પ્રવૃત્તિ ને એક મહીનો પૂર્ણ થયો છે, દર રવિવારે કન્સલ્ટન્ટ ડોક્ટરો ની એક ટીમ સેવા વસ્તી (શ્રમજીવી લોકો) માં જઈ ત્યાંના લોકોને જરુરિયાત ની મેડીકલ સેવાઓ જેવી કે મહિલાઓ ને હીમોગ્લોબિન ચેક કરી તેની ટ્રીટમેન્ટ આપે છે સાથે સાથે બાળકો ને આંખનું ચેકઅપ કરી જરુરિયાત મુજબ ચશ્મા આપવા તેમજ બલ્ડ પ્રેશર, સુગર વગેરે જેવા રોગોનું નિદાન સારવાર, વ્યસન મુકિત કરવા સાથે જ વસ્તીના લોકોનું જીવન ધોરણ કેવી રીતે ઉપર લાવી શકાય એ હેતુથી પોતાનો સમય આપી નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. જે પૈકી ગઈકાલે રવિવારે સુભાષનગર, પર્વત પાટીયા અને સારોલી સેવા વસ્તી ખાતે કેમ્પ થયો હતો.
વધુ માહિતી આપતા ડો. શૈલેષ ભાયાણી અને ડો. ભાવિન ભુવા જણાવે છે કે આખી વ્યવસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યકરો ઘેર ઘેર જઈ સંપર્ક થકી તેમને કેમ્પ સુધી લઇ આવે છે આ રીતે એક મહીનામાં ટોટલ 1000 જેટલા પરિવાર સુધી તેઓ તેમની સેવા પહોચાડી ચુકયા છે અને તેમની સાથે વધારે ને વધારે ડોક્ટર મિત્રો જોડાઈ ને તેમનો જુસ્સો વધારી રહ્યા છે.