સ્મીમેર હોસ્પિટલથી આઈસોલેશન સેન્ટર આવેલા 83 વર્ષીય દર્દી 10 દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે ગયા
સાગર કોમ્યુનિટી હોલ, મરઘા કેન્દ્ર ખાતે સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા પ્રેરિત સામાજિક સંસ્થાઓ ટાઇગર ફોર્સ,કામધેનુ ધૂન મંડળ,મંગલનાથ આહીર યુવક મંડળ,SRD ટ્રસ્ટ,રાષ્ટ્રભૂમિ સેવા સંઘ,આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ,સોશિયલ આર્મી, આપના જનપ્રતિનિધીઓ સાથે સહુનાં સહિયારા પ્રયાસો થી સંચાલિત આઈસોલેશન સેન્ટર જેમાં આજરોજ 83 વર્ષીય કમળાબેન રણછોડભાઈ રામી જેઓ 15 દિવસની સ્મીમેર હોસ્પિટલની સારવાર બાદ ટ્રાન્સફર લઈ આ આઈસોલેશન સેન્ટર પર આવ્યા હતા ,જ્યારે આવ્યા ત્યારે તેઓ સ્ટેચર પર હતા અને આજે 27 દિવસ બાદ એમણે કોરોનાને હરાવી હસતા મુખે સંપૂર્ણ સ્વસ્થ થઈ વિદાય લીધી ત્યારે સંસ્થાઓ દ્વારા ફૂલ થી વધાવી ઢોલ વગાડી અને વાજતે ગાજતે તુલસીનો છોડ અને સ્મૃતિપત્ર આપી વિદાય આપવામાં આવી.