ભુજ થી સુરત આવેલા દર્દી 5 દિવસની આઈસોલેશન સેન્ટરની સારવાર બાદ સ્વસ્થ થઈને ઘરે ગયા.
સાગર કોમ્યુનિટી હોલ, મરઘા કેન્દ્ર ખાતે “સેવા” સંસ્થા પ્રેરિત સામાજિક સંસ્થાઓ ટાઇગર ફોર્સ,કામધેનુ ધૂન મંડળ,મંગલનાથ આહીર યુવક મંડળ,SRD ટ્રસ્ટ,રાષ્ટ્રભૂમિ સેવા સંઘ,આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ,સોશિયલ આર્મી, આપના જન પ્રતિનિધી સાથે સહુનાં સહિયારા પ્રયાસો થી સંચાલિત આઈસોલેશન સેન્ટર જેમાં આજરોજ દર્દી રતીબેન દેવાભાઈ આહીર, ગામ- કંડોલ, તા:-ભચાઉ, જિલ્લો- ભુજ ત્યાંથી સારવાર માટે આવેલ દર્દી 5 દિવસની સારવાર લઈ અને આજરોજ સ્વસ્થ થઈ રજા આપેલ છે વૃક્ષારોપણનો સંદેશ પ્રસરે એ હેતુથી આ સંસ્થા દ્વારા જ્યારે દર્દીઓને રજા આપવામાં આવે છે ત્યારે એમને છોડ આપવામાં આવે છે.