મોટા વરાછા ખાતે કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ટાઇગર ફોર્સ, મોટા વરાછા યુવા બ્રિગેડ, સુદામા ગ્રુપ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ,
વીરતા વેલ્ફેર ટ્રસ્ટ,પાસ ટીમ તેમજ સેવા ગ્રુપના સહયોગથી તારીખ-14/04/21 , બુધવાર, સવારે 10 કલાકે મોટાવરાછા કોમ્યુનીટી હોલ, સુદામાચોક ખાતે કોવિડ આઇસોલેશન સેન્ટરનું વિસ્તારના નગરજનો માટે ઓકિસજન સાથેના 35 બેડની સગવડનું સેવાકીય યુવાનો દ્વારા આયોજન કરવામા આવ્યુ છે, જેમાં શહેર મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલા, સમાજ અગ્રણી મહેશભાઈ સવાણી, રાજેશભાઈ જોળિયા, કાનજીભાઈ ભાલાળા, હરિભાઈ કથીરિયા,રાજુભાઇ ગૌદાણી, ગોપાલભાઇ ઈટાલીયા, રામભાઇ ઘડુક તેમજ સેવા ગ્રુપનાં આગેવાનો દ્વારા આ વોર્ડને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે દર્દીઓને ડોકટર દ્વારા હોમ આઈસોયલેટ થવાની સલાહ આપી હોય અને દર્દીને ઘરે અલગ રહેવાની સગવડ ના હોય એવા દર્દીઓ આ આઈસોયલેશન વોર્ડમાં પ્રવેશ મેળવી શકશે. આ સેન્ટર પર દર્દીની તપાસ માટે ત્રણ ટાઈમ ડોક્ટર વિઝિટ લેશે. આ ઉપરાંત દવા પણ પુરી પાડવામાં આવશે સાથે નાહવાની વ્યવસ્થા માટેની આખી કીટ, સવારનો ચા-નાસ્તો, બે ટાઈમ ભોજન, રાત્રે હળદરવાળું દૂધ, મિનરલ વોટર એનર્જી ડ્રિંક્સ, તદ્દઉપરાંત સાંજે લીંબુ સરબત દર્દી અને તેના સગાઓ માટેની સેવા વિના મૂલ્યે પુરી પાડવામાં આવશે.