ઇન્ડિયા હેલ્થ લાઇન અને વેવ – ધ યુથ પાવર દ્વારા સુરત ની અદ્યતન હોસ્પિટલ પી. પી. માનીયા સુપર મલ્ટી સ્પેશિયલીટી અને કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ ની શુભારંભ પહેલા દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ ડૉ પૂર્વેશ ઢાકેચા , ઉપાઘ્યક્ષ શ્રી રવિન કરીયાવરા , શભૌમિક કથીરીયા ,વિવેક સુતરીયા, શ્રી નિખિલ પટેલ, હિન્દુ હેલ્પ લાઈન ના નવ નિયુક્ત ઉપાઘ્યક્ષ શ્રી જગદીશ પટેલ, શ્રી ભાર્ગવ કાથરોટિયા, વેવ ધ યુથ પાવર ના મૌલિક કુકડિયા, હાર્દિક રાદડિયા, તરુણ ગોરસીયા, કિશન દેપાણી, હર્ષદ ભાઈ પટેલ, સંજય ભાયાણી ચિંતન રાદડિયા,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના વરાછા જિલ્લા મંત્રી હિંમતભાઈ માવાણી સહિત ના આગેવાનો એ મુલાકાત લીધી.
આ દરમિયાન હોસ્પિટલ વહીવટી કમિટી ડૉ ભૂપેન્દ્ર મકવાણા દ્વારા સાંસ્કૃતિક રીતે ભગવાન શિવ નું પૂજા અને સૌ તિલક કરી સ્વાગત કર્યું. ત્યારબાદ હોસ્પિટલ ની વિશેષતા, વિઝિટ અને મીટિંગ કરી. અત્રે ઉલ્લેનીય છે કે ઇન્ડિયા હેલ્થ લાઇન એ ૧૦૦૦૦ જેટલા ડૉકટર અને ૨૫૦૦૦ કાર્યકર્તા સાથે જોડાઈને ચાલતું રાષ્ટ્રીય સ્તર ની સંસ્થા છે જે અત્યાર સુધી માત્ર દક્ષિણ ગૂજરાત માં ૫૬૦૦૦ જેટલા દર્દી ની તપાસ અને સારવાર વિના મૂલ્યે કરી ચૂક્યું છે.
જે આદિવાસી વિસ્તાર માં ,આરોગ્ય ના કાર્યો કરે છે અને દર ૨ મહિને મોટા કેમ્પ નું આયોજન કરે છે . અને વેવ ધ યુથ પાવર એ રોજગાર, આરોગ્ય અને શિક્ષણ અને સમાજ નિર્માણ ના કાર્યો કરે છે. આ સંસ્થા અને હોસ્પિટલ સાથે રહી ને રાષ્ટ્ર ને કઈ રીતે મદદ કરી શકે તે માટે ચર્ચા થઈ.