CBS પબ્લિક સ્કુલ, જે. ડી. કથીરીયા તાલુકા પંચાયત સભ્ય અને સદભાવના મલ્ટીસ્પેશિયાલિટી અને સેવાના સહયોગથી કામરેજમાં કોવીડ આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું.
કોરોના મહામારીમાં અત્યારે જો સૌથી જરૂરી વ્યવસ્થા હોયતો એ આઇસોલેશન વોર્ડ છે. કામરેજ
CBS પબ્લિક સ્કૂલ ખાતે કોવીડ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં હાલ 100 બેડની વ્યવસ્થા છે. સમાજ અગ્રણી ડો.ચેતન બલદાણીયા, જે.ડી.કથીરીયા, સ્નેહલ પટેલની અધ્યક્ષતામાં આ વોર્ડ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
જે દર્દીને ડોક્ટર દ્વારા ઘરે હોમ આઇસોયલેટ થવાની સલાહ આપી હોય અને દર્દીને ઘરે અલગ રહેવાની સગવડ ના હોય એવા દર્દીઓને આ આઇશોલેશન વોર્ડમા પ્રવેશ મેળવી શકશે.
આ આઇશોલેશન વોર્ડ માં દર્દીની તપાસ માટે 5 ટાઈમ ડોક્ટર વિઝીટ કરશે અને દર્દીઓને દવા પણ પુરી પાડવામાં આવશે. સાથે સાથે સવારનો ચા નાસ્તો, બે ટાઈમ ભોજન, મિનરલ વોટર અને એનર્જી ડ્રિન્ક પણ પૂરું પાડવામાં આવશે. આ તમામ સુવિધાઓ વિના મુલ્યે પૂરી પાડવામાં આવશે.