લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આજ તારીખ 13-04-2021 મંગળ વાર ઉત્રાણ મોટા વરાછા, કોમ્યુનિટી હોલ ખાતે મોટા વરાછા નગર સેવક ના સહયોગ થી લાઈફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવીડ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં હાલ 20 બેડ સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે સવારે 10:00કલાકે સમાજ અગ્રણી શ્રી કાનજીભાઇ ભાલાળા, શ્રી મહેશભાઈ સવાણી,વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી ની અધ્યક્ષતામાં આ વોર્ડ ને ખુલ્લો મુકવામાં આવ્યો,
જે દર્દીને ડોક્ટર દ્વારા ઘરે હોમ આઇસોયલેટ થવાની સલાહ આપી હોય અને દર્દીને ઘરે અલગ રેહવાની સગવડ ના હોય એવા એવા દર્દીઓને આ આઇશોલેશન વોર્ડમા પ્રવેશ મેળવી શકશે.
આ આઇશોલેશન વોર્ડ માં દર્દીની તપાસ માટે 3 ટાઈમ ડોક્ટર વિઝીટ કરશે અને દવા પણ પુરી પાડવામાં આવશે સાથે સાથે સવારનો ચા નાસ્તો, બે ટાઈમ ભોજન, મિનરલ વોટર અને એનર્જી ડ્રિન્ક પણ પૂરું પાડવામાં આવશે.
આ તમામ સુવિધાઓ લાઈફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટ દર્દીઓને વિના મુલ્યે સેવા આપશે.