યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ હર હમેંશ સમાજીક અને રાષ્ટ્રના હિતના સેવાકાર્ય કરવામાં અગ્રેસર હોય છે.
ત્યારે આજના સમયમાં માત્ર દેશની સરહદ પર રહીને રાષ્ટ્ર સેવા કરવી એક માત્ર રાષ્ટ્ર સેવા નથી પરંતુ દેશની અંદર રહી દેશ વાસીઓને મદદરૂપ થવું એ પણ એક સાચી દેશ સેવા અને રાષ્ટ્ર ભક્તિ કેહવાય ત્યારે આવી રાષ્ટ્ર સેવા યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ વિવિધ માધ્યમો થી કરતું આવ્યું છે જેમ ગૌ સેવા હોય, વડીલ વંદના (વડીલયાત્રા) હોય, જરૂરિયાત મંદને મેડીકલ, શૈક્ષણિક હેલ્પ હોય, રાષ્ટ્રીય પર્વની ઉજવણી હોય, નારી શક્તિને બિરદાવાની વાત હોય કે પછી કોરોના કાળ દરમિયાન આઇસોલેસન સેન્ટરની સેવા ની વાત હોય યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ હમેશા આવી રીતે રાષ્ટ્ર સેવા કરતું આવ્યું છે.
આજ રોજ તા.26/01/2023 ના રોજ 74 માં ગણતંત્ર ની ઉજવણી સરથાણા ખાતે શહીદ સમારક ફાઈટર મીગ-23 ના સાનિધ્યમાં કરવામાં આવી જેમાં અતિથિવિશેષ યુવા બિજનેસમેન એમઝોન ડીઝીટલ માર્કેટિંગના શ્રીસંદીપભાઈ કથીરિયા,પારુલ ગ્રુપ ના શ્રીનટુભાઈ કાછડીયા,શ્રીનીતિનભાઈ રાદડિયા બોરાળાવાળા,મનોજભાઈ જૈન,અને રામસ્વરૂપ ચૌધરી તેમજ વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા.
રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી ના ભાગ રૂપે સુંદર દેશભક્તિની કૃતિઓ રજુ કરવામાં આવી હતી,
તેમજ યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી સંજયભાઈ ગજેરા દ્વારા રાષ્ટ્રભાવની વાતો પીરસીને ૭૪ માં ગણતંત્ર દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી,જીજ્ઞેશઢોલા અને હાર્દિક ચાંચડ દ્વારા આખા કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું હતું,