મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા સ્નેહના સથવારે કાર્યક્રમ યોજાયો
સમાજ સેવા ધર્મ એ આપણો રાષ્ટ્રીય ધર્મ છે. તાજેતરની વૈશ્વિક મહામારી કોરોના સંકટમાં પણ ઘણી સંસ્થાઓએ સરકારને સમકક્ષ રહી ખડેપગે પોતાની જવાબદારી નિભાવી હતી અને હજુ પણ નિભાવી રહી છે. આમ જોવા જાવ તો સમાજમાં અગણિત પ્રશ્નો રહેલા છે. અગણિત મુશ્કેલીઓ રહેલી છે. ત્યારે સમાજલક્ષી પ્રવૃતિઓ માટે અલગ અલગ સંસ્થા આગળ આવીને પોત પોતાની જવાબદારી ઉપાડે તે આજની તાતી જરૂરિયાત છે.
સમાજની સમસ્યાઓને હળવી કરવા ટુંક સમય પહેલાં જ સ્નેહ કેરો રંગ, સહકાર કેરો સંગ અને સંગઠનના સિધ્ધાંતને સાકાર કરવાના ભાવ સાથે મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત સંસ્થા દ્વારા સ્નેહના સથવારે..હા અમે તૈયાર છીએ..(સમાજ અને રાષ્ટ્રને મદદરૂપ થવા) કાર્યક્રમ યોજાયો. જેમાં સંગઠનને એક નવી દિશા તરફ લઈ જવાના તમામ પ્રયત્નો સહુ સાથે મળીને સંગઠન શક્તિ મજબૂત બનાવી લોકોના વિશ્વાસ અને સ્નેહથી પ્રજા સેવાનાં કાર્ય કરવા સૌ સાથે મળીને સંકલ્પીત થયા હતા.
સ્નેહના સથવારે આગળ વધી રહ્યાં..
આજે અમે ખુદ મટી ખુદા બની રહ્યાં..
સહકારના રથથી રસ્તો ખેડી રહ્યાં..
સમાજ અને રાષ્ટ્રને એનું રૂણ ચુકવી રહ્યાં..
પ્રમુખ સંજયભાઈ નારોલા એ જણાવ્યું હતું કે સમાજનાં ઉજ્જવળ ભવિષ્યને કાજ સમજસેવાના તમામ કાર્ય માટે મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ જરૂરિયાતમંદ પરિવારોને સન્માન આપશે આવનારા દિવસોમાં સંસ્થા દ્વારા મુખ્ય ત્રણ કાર્યો કરવામાં આવશે જેમા ગંગા સ્વરૂપ બહેનોને કીટ વિતરણ,
મેડિકલ સહાય તેમજ યોગ્ય માર્ગદર્શન, શેક્ષણિક સહાય તેમજ યોગ્ય માર્ગદર્શન હશે.
શ્રી શાસ્ત્રી સ્વામી અક્ષય પ્રસાદદાસજી અને શ્રી પરમ વત્સલ સ્વામીએ આ કાર્યક્રમમાં હાજર રહી પોતાના આર્શિવચન આપ્યા હતા. અતિથી વિશેષ તરીકે કાર્યક્રમમાં શ્રી કે.કે.ક્થીરીયા – ખોડલધામ ટ્રસ્ટ, શ્રી કરૂણેશ રાણપરીયા- મારૂતિ વીર જવાન ટ્રસ્ટ તેમજ અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. સ્ટેજ સંચાલકની જવાબદારી પ્રખર વક્તા શ્રી તુલસીભાઇ લાલૈયાએ સંભાળી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમનો તમામ ખર્ચ ટ્રસ્ટમાંથી ન કરતાં દાન ઉઘરાવીને તેમજ સ્પોન્સર શોધીને સ્વયંભુ આવેલા દાનમાંથી કરવામાં આવ્યો હતો.