લોકડાઉનમાં મારુતિ વીર જવાન યુવા ટીમમાં જે સ્વયંસેવકો એ 72 દિવસ સેવા કરી એ મિત્રોને સંસ્થા દ્વારા સંઘર્ષના સાથી ગ્રુપ ટુર યોજાય
દુનિયાનાં નામાંકિત માણસો એ કોઈપણ પ્રકારની સેવાનાં કાર્યને મહાન ગણાવી છે ત્યારે એવું જ એક ઉત્તમ પ્રકારનું કાર્ય સુરત શહેરની અગ્રણી સંસ્થા મારુતિ વીર જવાન ગ્રુપ જે 2017 થી દેશનાં સીમાડાની રક્ષા કરતા સૈન્ય માંથી કોઈ શાહિદ જ્યારે થાય છે એમના પરિવાર ને આર્થિક સહાયથી માંડી તમામ પ્રકારની મદદ માટે કટીબદ્ધ હોય છે પણ જ્યારે શહેર, રાજ્ય, દેશ કે માનવતા તેમજ જીવમાત્રને માટે સેવાકીય જરૂરિયાત જણાય ત્યારે વિશિષ્ટ પ્રકારની સેવા પ્રદાન કરી રહી છે, હાલ થોડા સમય પહેલા સમગ્ર દુનિયામાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી હતી ત્યારે માનવતા માટેની ઉત્તમ સેવા કરી જેની નોંધ સુરત શહેર તેમજ ગુજરાત રાજ્યનાં તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયા દ્વારા લેવામાં આવી હતી આ કાર્ય થી સહુ માહિતગાર છે જેમાં 72 દિવસની અવિરત સેવા દરમિયાન સંસ્થાનાં પાયા ના પથ્થર એવા દાતાશ્રીઓ, કાર્યક્રતાઓ તેમજ યુવામિત્રોએ સાથે મળી માનવ માટે જ્યારે સંઘર્ષનો સમય ચાલી રહ્યો હતો ત્યારે જેમણે સંઘર્ષ ના સાથી તરીકે ફરજ બજાવી છે એવા તમામ મિત્રો માટે સંસ્થા દ્વારા “સંઘર્ષ ના સાથી ગ્રુપ ટુર” અંતર્ગત બે દિવસ આનંદ ની પળો માણવા માટે ટ્રીટ રિસોર્ટ સિલ્વાસા મુકામે પ્રવાસે ગયેલ છે, આ ટુરનો તમામ ખર્ચ મારુતિ વીર જવાન ટ્રસ્ટનાં મેનેજ કરતા સભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો.
More news : www.ngofatafatnews.com