કર્તવ્ય કર્મભૂમિનું-સેવાને સલામ વેબીનાર દ્વારા થતા સેવાકીય કાર્યોથી લોકોને માહિતગાર કરાયા.
જ્યારે રાષ્ટ્ર પર આવી પડેલી કોરોના જેવી મહામારી આપત્તિનાં સમયે જ્યારે સુરત શહેરનાં આઈસોલેશન વોર્ડ જે સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતનાં પ્રતિનિધિઓ દ્વારા માર્ગદર્શક અને ખંભે થી ખંભો મિલાવી કાર્યરત છે તેવા તમામ વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પડાય રહ્યું છે એ માટે સમાજનાં રત્ન વકતાશ્રી મનીષભાઈ વઘાસિયા દ્વારા રોજે સેવા કરતી સંસ્થાનાં કાર્યને અને વ્યક્તિ વિશેષ સાથે વાર્તાલાપ કરી લોકોનાં મન અને હૃદય સુધી કાર્યને વાકેફ કરવા માટે જુદા જુદા પ્રકારનાં સોશિયલ મિડિયાનાં માધ્યમથી વેબીનારનું આયોજન થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં *કર્તવ્ય કર્મભૂમિનું-સેવાને સલામ* નાં શિર્ષક સાથે સમાજનાં મોભી એવા માર્ગદર્શક અને હજારો યુવાનોનાં પ્રેરણાદાયી વ્યક્તિત્વ એટલે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા સાથે યુવા બ્રિગેડ આઈસોલેશન વોર્ડને પ્રાણવાયુ પૂરો પાડતા અજય પટેલ, ધાર્મિક માલવીયા દરેક સંસ્થાઓ સાથે સંકલન કરી જીવાદોરી સાબિત થતા વિપુલભાઈ બુહા અને વિપુલ સાચપરા દ્વારા જાત અનુભવતા કાર્યોની લોકો સુધીની રજૂઆત કરાય હતી.