લાઇફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી ઓક્સીજન સેવા.
તા – 1.6.21 ના રોજ લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ મારફત જરૂરિયાત મંદ સભ્યો માટે ફ્રીમાં ઑક્સિજન મેકર મશીન આપવાં માટેની સુવિધા R.P સોલંકી (P.I અમરોલી પોલીસ સ્ટેશન) તેમજ સામાજીક આગેવાન વિપુલ સાચપરા દ્રારા ખુલ્લી મૂકવામાં આવી. સાથે – સાથે આઇસોલેશન સેન્ટરમાં દાતાશ્રી કાનજીભાઈ ધનજીભાઈ સાચપરા (મુંબઇ) તેમજ રવીભાઈ કામરેજ નું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ઘનશ્યામભાઈ ઈટાલીયા (પ્રમુખ શ્રી)
નિતાબેન નરિયા (ઉ, પ્રમુખ) દ્વારા R.P સોલંકી (P.I અમરોલી પોલીસ સ્ટેશન) ને સન્માનિત કરાયા હતા.