Social Work

સેવાનાં યોદ્ધાઓ દ્વારા વતનને વ્હારે અભિયાનમાં પ્રથમ દિવસે જ ભવ્ય સફળતા.

સેવાનાં યોદ્ધાઓ દ્વારા વતનને વ્હારે અભિયાનમાં પ્રથમ દિવસે જ ભવ્ય સફળતા.

શનિવારની રાત્રે સુરત શહેરની સેવા સંસ્થાનાં માધ્યમથી સૌરાષ્ટ્રના ગામડાઓની વાસ્તવિક પરિસ્થિતિ જાણી ઉદભવેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખી 7 દિવસ ચાલો જઈએ મારા વતનની વ્હારે અભિયાન દ્વારા 500 થી વધારે ફોર વ્હીલ વાહનો સાથે એમ્બ્યુલન્સ, હવાઈ માર્ગ દ્વારા MD ડોક્ટરોને લઈ સૌરાષ્ટ્રનાં જુદા જુદા વિસ્તારોમાં મિશન કોરોના હટાવો અને લોકોમાં રહેલા ડરને હટાવવા માટે તેમજ કોરોના પીડિત દર્દીઓના દર્દને ઉચ્ચસ્તરીય ડોક્ટરો દ્વારા તપાસ કરાવી દર્દીઓને સાચા અર્થમાં માર્ગદર્શન આપવું જેવા કાર્ય કરીને જુદા જુદા સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા આઈસોલેશન સેન્ટર અને સેવા સંસ્થાનાં માધ્યમથી ઉભા કરેલા આઈસોલેશન વોર્ડમાં જઈ ઉત્તમ પ્રકારની સેવા કરી રહ્યા છે. વહેલી સવારે પહોંચીને આ યોદ્ધાઓ પોત પોતાની રીતે પોતાની સ્વયંભુ ફરજ માની જન્મભૂમિ માટે કાર્યરત થયા હતા. સૌરાષ્ટ્રનાં એક નાગરિક દ્વારા જાણવા મળ્યું કે ગયા વર્ષે કોરોનાએ દસ્તક દીધી અને લોકડાઉન થયું. આવા સમયે સૌરાષ્ટ્રના વતનીઓએ સુરતથી ગામડા ભણી વાટ પકડી હતી. એ વખતે જાત-જાતના મેસેજ બનાવીને તેમની ઠેકડી ઉડાડવામાં આવતી હતી. કોરોનાના બોમ્બ આવે છે અને ન બોલવાના શબ્દો બોલતા હતા. આજે એ જ સુરત અને સુરતમાં રહેતા લોકો નિસ્વાર્થ ભાવે આપણાં ગામડાના માણસોની સેવા કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક લોકોને રહેવાની, જમવાની , કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલ માટે વિનામૂલ્યે અનેક સંસ્થાઓ મદદ કરી રહી છે. આ સુરત છે જેણે લોકોને આવકાર્યા, રોજગારી આપી, લોકોનું ધ્યાન રાખ્યું અને જરૂર પડી ત્યારે સર્વસ્વ દાવ પર લગાવીને લોકોની સેવા કરી. આ નગરી ભલે સોનાની ન હોય પણ તેમાં વસવાટ કરતા લોકોના હૃદય સો ટકા સોના જેવા શુદ્ધ છે. ત્યાર બાદ અમરેલી જિલ્લાના વિવિધ મહાનુભાવો અને સરકારી તંત્રના કાર્યરત તબીબી મિત્રો અને જુદી જુદી સંસ્થાઓનાં સ્થાનિક પ્રતિનિધિઓને મળી વાર્તાલાપ થતા સુરત શહેરે કરેલા આ કાર્યથી આનંદ અને પ્રફુલ્લિત થયા હતા. ત્યારે ધન્ય છે સુરતનાં લોકોને અને ધન્ય છે આ કાર્યકર યોદ્ધાઓને આ વાત કરી અભિનંદન પાઠવ્યા હતા. સૌરાષ્ટ્ર હોય કે પછી સુરત શહેર હોય કે રાષ્ટ્રનું કોઈપણ રાજ્ય હોય તેના પર આવતી આપત્તિ પર આ સુરત શહેરની કર્ણ ભૂમિ માંથી હંમેશા ખુલ્લા હાથે મદદ કરાય છે જે ભૂતકાળનાં ઇતિહાસમાંથી અને હાલ ચાલી રહેલ મહામારીનાં વર્તમાન સમયમાં સાબિત થયું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી કરેલા કાર્યની નોંધ કેમેરાની આંખે કંડોળાયેલા આ ચિત્રોથી રજૂ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *