સરદારધામ સામાજીક- શૈક્ષણિક- આર્થિક પ્રવૃતિઓ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવને કેન્દ્રમાં રાખીને મિશન 2026 અંતર્ગત યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે 5 લક્ષબિંદુઓ હેઠળ કાર્ય કરતી સંસ્થા છે. આ લક્ષબિંદુઓ પૈકીનું મહત્વનું એક લક્ષબિંદુ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) કે જે રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર 2 વર્ષે યોજવાનો નિર્ણય કરેલ છે અને આ સમિટના માધ્યમથી ઉદ્યોગ, ધંધાના વિકાસ સાથે રાજ્યના વિકાસમાં પણ યોગદાન બની રહે છે. GPBS 2018માં પ્રથમવાર મહાત્મા મંદીર, ગાંધીનગર તેમજ 2020માં હેલીપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ હતો. હવે સરદારધામ દ્વારા 2022ની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ સુરત ખાતે યોજવાનો નિર્ણય કરેલ છે અને તા.26, 27, 28 ફ્રેબુઆરી 2022ના રોજ સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર, સુરત ખાતે યોજાશે. જેનો પ્રમોશનલ કાર્યક્રમ-4 શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ નવસારી ખાતે 20 ઓક્ટોબર યોજાયો હતો.
આ કાર્યક્રમમાં નવસારીની 9 પાટીદાર સંસ્થાનાં હોદ્દાદારો ઉપસ્થિત રહ્યા હતા, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ નવસારી પ્રમુખશ્રી મધુભાઈ કથીરીયા દ્વારા આવકાર પ્રવચન અને મનીષભાઈ કાપડિયા ગણપતભાઈ ધામેલીયા દ્વારા GPBS 2022 વિશે માહિતી અપાય હતી, સમસ્ત પાટીદાર સમાજ પ્રમુખ શ્રી વેલજીભાઈ શેટા અને સરદારધામ દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખશ્રી મનહરભાઈ સાચપરા દ્વારા GPBS 2022 માં જોડાવવા માટેનું આહ્વાન કરાયું હતું, આ કાર્યક્રમમાં 100 થી વધારે સભ્યો જોડાયા હતા, GPBO વિશે માહીતી સુરેશભાઈ કોરાટ દ્વારા અપાય હતી અને આભારવિધિ હસમુખભાઈ પટેલ દ્વારા થઈ હતી, કાર્યક્રમની વ્યવસ્થા GPBO અને સરદારધામ યુવા તેજસ્વી ની સંગઠન દ્વારા થઈ હતી, કાર્યક્રમનું સંચાલન અરુણાબેન અને વિલાસબેન પટેલ દ્વારા થયું હતું.