કોરોના મહામારીમાં રાત દિવસ મેહનત કરી લોકોના જીવ બચાવનાર 43 રિયલ હીરો એવા રેસીડેન્ટ ડોક્ટર નું સન્માન કરાયું
આઇડીસીસી હોસ્પિટલ અને શ્રી વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા કરાયું સન્માન સમારોહ નું આયોજન
– સુરત ની ઇન્ફેક્શન અને ક્રિટીકલ કેર ની સ્પેશિયલ હોસ્પિટલ આઇ.ડી.સી.સી. હોસ્પિટલ અને શ્રી વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કુલ એ મળીને કોરોના મહામારીમાં જીવની પરવા કર્યા વિના રાત દિવસ મેહનત કરી અનેક લોકોના જીવ બચવાના એવા ‘ રિયલ હીરોસ ‘ 43 જેટલા રેસીડેન્ટ ડોક્ટરો નું સન્માન કરવામાં આવ્યું.
સુપર સ્પેશિયાલીસ્ટ ડૉક્ટરો એ વિચાર્યું શહેર ની જુદી જુદી હોસ્પિટલ માં પોતાના ના જીવ ને જોખમ માં મૂકીને અને કેટલાક રેસીડેન્ટ ડૉક્ટર કોરોના માં પોતાની ફરજ દરમિયાન કોરોના થી સંક્રમિત પણ થયા હતા, એટલું જ નહીં પણ એક ડોક્ટર સિરિયસ અને વેન્ટિલેટર પર હતા અને સારા થઈ ફરી સેવા માં લાગ્યા. વિકટ સ્થિતિમાં પણ સુરત માં કાર્ય કરીને રેસીડેન્ટ ડૉકટર નું કાર્ય લોકો ને જીવન દાન આપવાનું છે તે સિદ્ધ કરવા સાથે તબીબી ક્ષેત્રનું માન વધાર્યું . દર્દીના સગા થી વધુ નજીક અને વધુ સમય દર્દી પાસે આ ડૉકટર પસાર કરતા હતાં. માત્ર સારવાર જ નહિ તેમને પરીવાર ની હૂંફ આપતા હતા સારા થઈ જશે તેવા આશ્વાશન આપતા હતા. ત્યારે સુરત શહેરના ૪૩ રેસીડેન્ટ ડૉકટર ને આઇ. ડી. સી.સી. હોસ્પિટલ ના ડોક્ટર અને શ્રી વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કુલ એ સાથે મળીને તેમને સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. પુનાગામ ત્રિવેણી સંગમ ફાર્મ ખાતે આયોજિત આ અનોખા કાર્યક્રમમાં રેસીડેન્ટ તબીબોને સન્માનિત કરી સમાજ વચ્ચે તેઓ ખરા અર્થ માં ” રિયલ હિરોસ” છે તેની સમાજ ને પ્રતીતિ કરાવી હતી. આ પ્રસંગે વશિષ્ઠ ગ્રુપની ટીમ, ટ્રસ્ટી રમણીકભાઇ ડાવરિયા , વિજય ડાવરિયા, ડાયરેકટર રવિ ડાવરિયા, એસોસિયેટ સુનિતા નંદવાની તેમજ આઈડીસીસી વતી ડો. નિરવ ગોંડલિયા, ડૉ. પ્રતિક સાવજ, ડૉ. શિવમ પારેખ, ડૉ. ચંદ્રેશ ઘેવરિયા અને ડૉ. પૂર્વેશ ઢાકેચા ઉપસ્થિત રહ્યા હતા.