Social Work

એક સોચ ફાઉન્ડેશન દ્વારા 200 પાણીનાં કુંડાનું થયેલું વિતરણ .

પક્ષીઓ પ્રત્યે અભિયાન અને વિચારધારા ને અનુલક્ષી ને એક સોચ ફાઉન્ડેશન તેમજ સામાજિક કાર્યકર્તા હર્ષદભાઈ માધવાણી થકી મૂંગા પક્ષીઓ માટે 200 પક્ષી ફીડર તેમજ વોટર બાઉલ અલગ અલગ જગ્યા એ લગાડવામાં આવ્યા..અને તેમાં પક્ષીઓ માટે દાણા – પાણીની પણ રેગ્યુલર વ્યવસ્થા કરવામાં આવી.. તેમજ નરેન્દ્ર મોદીના આ અભિયાન અંતર્ગત આગળ પણ અમારી ટીમ એક સોચના રિતુ રાઠી, દર્શના જાની, તેજસ્વી કોશિયા, તુષારભાઈ માધવાણી અને ધ્રુવ સુતરીયાં દ્વારા આ કામ ચાલું રાખવામા આવશે… કહેવાયું છે કે મુંગા-પશુ પક્ષીઓની સેવા થી મોટી બીજી કોઈ સેવા નથી.. આખા ગુજરાતના અલગ અલગ જગ્યાએ તેમજ સુરત શહેરમાં અલગ અલગ જગ્યા એ જેવા કે વેસુ, કતારગામ, મોટાવરાછા , જહાંગીરપુરા તેમજ અઠવાલાઇન્સ વિસ્તાર માં આ પક્ષીઓ માટે ફિડર તેમજ વોટર બાઉલ સેવા પૂરી પાડવામાં આવી..અને ટીમ એક સોચ દ્વારા આ સેવા આગળ પણ ચાલુ રખાશે તેવો સંકલ્પ પણ લેવામાં આવ્યો.

#ngofatafatnews #news_surat

More news : www.ngofatafatnews.com

FB : NGO FATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *