Jan Jagruti work

PUBG ને પછાડવાનો ગોલ રાખતા સુરતી સાહસિકની ગેમ છવાય.

PUBG

સુરત
આત્મનિર્ભર અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા યોજાયેલી #aatmanirbharapp Hackathon માં સુરતી યુવાઓની ટીમે બીજો ક્રમ મેળવવામાં સફળતા મેળવી છે. ભારત સરકાર ધ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત આયોજીત MyGov Innovative App માં સુરત શહેરના આઠ યુવાઓની ટીમની કંપની XSQUAD Tech LLP દ્વારા બનાવવામાં આવેલ સ્કારફોલ (SCARFALL) નામની ગેમને આખા ભારતમાં બીજા ક્રમાંકે પંસદગી કરવામાં આવી છે જે સુરત માટે ગૌરવ લેવા જેવી બાબત છે. આજે ચાઈનીઝ પબજી જેવી એપએ યુવાઓને ઘેલુ લગાવ્યું છે ત્યારે ભારતીય ગેમિંગ એપનો એક મોટો ઓપ્શન તેમના સમક્ષ મુકાયો છે. સુરતના યુવા અને કંપનીના સીઈઓ જેમીશ લખાણીનો આશય પણ એ જ છે કે, પબજી જેવી વિદેશી ગેમ કંપની રોજ કરોડો રૂપિયાનું ભંડોળ ભારતમાંથી લઈ જાય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાન હેઠળ ભારતીય એપનો ઓપ્શન લોકો સમક્ષ વધુમાં વધુ મુકાય તો કરોડો રૂપિયા ભારતમાં જ રહી શકે એમ છે. જેથી, ભારતીય સાહસિકોએ આવા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ. જેમીશનું સપનું પબજીને પછાડવાનો છે.

કેવી રીતે બનાવી ઈન્ડિયન ગેમ?

ઈન્ડિયન ગેમ એપ સ્કારફોલ બનાવનાર યુવા જેમીશ લખાણી કહે છે કે, અમે સૌ કોલેજમાં હતા ત્યારે આવી કાઉન્ટર સ્ટ્રાઈકર ગેમ બહુ રમતા હતા. કોલેજનો અભ્યાસ પુરો કર્યો ત્યારે મનમાં વિચાર આવ્યો કે આવી વિશ્વ કક્ષાની બીગ સ્ટુડિયોવાળી ગેમનો લોકોને જબરો ક્રેઝ છે પણ ભારતીય કોઈ ગેમ વિશ્વ કક્ષાએ પ્રચલિત નથી. અમારા ગ્રુપે પહેલા ઘણી સાદી મોબાઈલ એપ્લિકેશન બનાવી હતી પરંતુ અમે આવી ભારતીય ગેમ એપ બનાવવાનું નક્કી કર્યું અને ટીમ બનાવી. જોકે, આ માટે કોઈ સારો ટ્રેઈન થયેલો વ્યક્તિ મળે એમ ન હતો. જેથી, અમે આઠ જણાંની નવી ટીમ બનાવી જેમાં સિનિયર ગેમ ડેવલપર બ્રિજેશ ભીખડિયા, હિતેશ રામોલિયા અને થ્રીડી ડિઝાઈનર ધ્રુવિન ડોક્ટર, જીલ ગજેરા, મિહિર દોશી અને માર્કેટિંગ મેનેજર નિયતિ મહેતા, સુક્રુત વાનાણી અને ટેસ્ટર રોની પટેલે મળી તેના પર કામ શરૂ કર્યું. અમે બાકીની તમામ એપ્લિકેશનનું કામ કોરાણે મુકી દીધુ અને આ ભારતીય ગેમ બનાવવા જ મંડી પડ્યાં. ટૂંકા સાધનસરંજામ સાથે લગાતાર ચાર વર્ષની મહેનત બાદ અમે આખરે ‘સ્કારફોલ’ બનાવી અને આત્મનિર્ભર અભિયાન હેઠળ સફળતા મેળવી.

પબજીને પછાડી ભારતીય મુડી બચાવવાનો આશય
લખાણી કહે છે કે, આજે અમારી સ્કારફોલ ગેમના 1 મિલિયન મંથલી એક્ટિવ અને 80 હજાર ડેઈલી યુઝર્સ છે અને 4 મિલિયન લોકોએ તેને ડાઉનલોડ કરી છે. અમને હાલ ભલે લોસ જઈ રહ્યો છે પણ અમે પ્લેયરોને એન્જોય આપવા પર ફોક્સ રાખી રહ્યાં છે. આગામી દિવસોમાં અમારો ટારગેટ 10 લાખ સુધી ડેઈલી યુઝર્સ પહોંચીને પબજી કરતા મોટી પ્લેયર ગેમ બનવાનો છે અને આશા છે કે તેને પછાડી ભારતીય મુડીની બચત કરાવીશું.

મોદી સરકારના આવા પ્લેટફોર્મ આપવાથી ખુશ, લોકો વધુ પ્રમાણમાં ભાગ લે
આઈટી એન્જિનિયર અને એમબીએમાં પ્રોજેક્ટ મેનેજર સુધી અભ્યાસ કરેલા કંપનીના સીઈઓ જેમીશ લખાણી કહે છે કે, મોદી સરકારે આત્મનિર્ભર અભિયાન અંતર્ગત ભારતીય યુવાઓને આ પ્લેટફોર્મ પુરુ પાડયુ તેની મને ખુબ ખુશી છે. આ પ્લેટફોર્મ પર વિજેતા બનવાનો આનંદ કંઈક ઓર છે. અમે જીતવા કે લોકોને બતાવવા માટે ભાગ ન લીધો પણ એક પ્લેટફોર્મ જે સરકાર પુરુ પાડી રહી છે તેના પર હાજરી દર્જ કરાવીને ભારતીય એપનો પ્રચાર-પ્રસાર થાય અને ભારતીય નાણું જે રોજ વિદેશી એપ થકી અગણિત રકમમાં વિદેશમાં પહોંચી રહ્યું છે તેને આપણે આ માધ્યમથી બચાવી શકાય તે પ્રસ્થાપિત કરવાનો છે. મારી યુથને અપીલ છે કે તમે પણ આગળ આવો તો દેશમાં રોજગારી વધશે અને ભારતીય ભંડોળ પણ વધશે.’

More News : www.ngofatafatnews.com

FB : www.fb.com/ngofatafatnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *