એંગેજમેન્ટ થયેલા ડોકટર કપલની આઈસોલેશન વોર્ડમાં સેવા.
સેવા સંસ્થા દ્વારા ચાલતા આઈસોલેશન વોર્ડ જેને લોકો સેવા સાથી સેમી હોસ્પિટલ તરીકે ઓળખી રહ્યા છે તેમાં વિસ્તાર વાઈઝ ડોક્ટર પોતાની સેવા અને ફરજ નિભાવી રહ્યા છે ત્યારે હાલ પી.પી.સવાણી હોસ્પિટલમાં કોવિડ 19માં ફરજ બજાવી રહેલ ડૉ. ઊર્મિકા ધોળીયા ( M.D.) અને ડૉ. રજની બલર ( M.S. Ortho) શહેરનાં જુદા જુદા આઈસોલેશન વોર્ડમાં પોતાની સેવા આપી રહ્યા છે, આમની હજુ થોડા સમય પહેલા જ એંગેજમેન્ટ થયેલ છે અને સેવાકીય કાર્યમાં કાર્યરત છે સાથે વિપુલભાઈ તળાવિયા દ્વારા સંકલન થઈ રહ્યું છે.