યુવાન દર્દી સાજો થયાની ખુશીમાં પરિવારજનો ઘોડેસવારી દ્વારા તેમને આઈસોલેશન સેન્ટરથી ઘેર લઈ ગયા.
કોવીડ આઇસોલેશન સેન્ટર – સુદામા ચોક ખાતેથી કેતન રમેશભાઇ રંગાણી ઉં- 28 , રહે.વેલંજા તારીખ 27-4-2021નાં રોજ કોરોના પોઝીટીવ આવતા અહી દાખલ થયેલ હતા. આજરોજ તારીખ 2-5-2021ના રોજ તમામ ડોકટરો અને સ્વયંસેવકોનાં સહીયારા પ્રયાસોથી તેમના તમામ રીપોર્ટ નોર્મલ આવેલ. અને આજ રોજ આસીસટન્ટ ક્મીશનર ઓફ પોલીસ પરમાર સાહેબ ના હસ્તે દાદા સોમનાથ ની સ્મૃતિભેટ આપી રજા આપવામા આવી હતી. દર્દી જ્યારે અહી દાખલ થયા હતા ત્યારે એમ્બ્યુલન્સમાં આવેલ હતા પરંતુ જ્યારે અહીથી રજા આપવમા આવી હતી ત્યારે તેમના પરીવાર દ્વારા ઘોડેસવારી કરી પોતે આઇસોલેશન સેન્ટર પર થી ઘરે જવા નિકળ્યા હતા. તેમના જુસ્સા જોઇને સ્વંમસેવકોયે પણ તિરંગા દ્વારા લીલીજંડી આપી હતી. આ 28 વર્ષના યુવાન પોતે રજા લેતા એક સારો મેસેજ પણ આપતા ગયા કે હું ટુંક સમયમા ફરી પરત અહી આવીશ પણ દર્દી બની નહી અહી સ્વંમસેવક બની સેવા કરવા અને બીજા દર્દીઓને પણ મોટીવેટ કરી કોરોના સામે લડીશનો સંદેશ આપ્યો હતો. સાથે આ સેન્ટર પરથી 140માં દર્દીએ આજરોજ રજા લીધી હતી.