Jan Jagruti work Seva Social Work Surat news

એમ્બ્રોઇડરી જોબવર્કમાં કામ કરતા મૃતક સભ્યોનાં પરિવારોને આર્થિક મદદરૂપ થતું તેજસ સંગઠન.

એમ્બ્રોઇડરી જોબવર્કમાં કામ કરતા મૃતક સભ્યોનાં પરિવારોને આર્થિક મદદરૂપ થતું તેજસ સંગઠન.

સુરત શહેરમાં જ્યારે પણ કોઈપણ પ્રકારની આપત્તિઓ આવે છે ત્યારે એક નવી જ ક્રાંતિની શરૂઆત થાય છે, કોરોના સમયમાં જ્યારે અનેક ધંધાઓ પડી ભાંગ્યા છે ત્યારે સુરત શહેરનો મુખ્ય વ્યવસાય ગણાતો કાપડ ઉદ્યોગ અનેક પ્રકારની મુશ્કેલીઓ માંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આ વ્યવસાયને લગતા અનેક પ્રકારનાં પ્રશ્નો જ્યારે ઉદ્દભવ્યા છે ત્યારે તેજસ (TEJAS- ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસિએશન સુરત) નામનાં સંગઠન દ્વારા જોબવર્ક કરતા મશીન માલિકોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે એક પરિવારનાં સંગઠનની જેમ કાર્યરત છે ત્યારે આ સંગઠનમાં 1700 થી વધારે મશીન માલિકો જોડાયા છે, આ સંગઠન દ્વારા જોબવર્કનાં કામ થી ફસાયેલા 4 કરોડ જેવી રકમ ખુબ જ ઓછા સમયમાં સંગઠન શક્તિ થી જોબવર્ક વેપારીઓને પરત કરાઈ છે, ટૂંક જ સમયની અંદર આ કાર્ય કરી આવનારા સમયમાં સરકાર અને કાપડ મંત્રાલયને વિવિધ પ્રકારનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે રજુઆત કરાય છે, ભવિષ્યમાં જોબવર્ક કરતા માલિકોને ઉજ્જવળ ભવિષ્ય અને વ્યવસાયનાં 90% માલિકો જ્યારે મધ્યમવર્ગીય છે ત્યારે હજારો લાખો લોકોને રોજગારી પુરી પાડી રહ્યા છે ત્યારે કોરોનાથી સમગ્ર વ્યવસાયને ખુબ જ માઠી અસર પડી છે કારીગરો, મહિલાઓ અને મશીન માલિકો જ્યારે બેરોજગાર બન્યા છે ત્યારે આ સંગઠન સતત તેમની સાથે ઉભા રહી બનતી તમામ સેવાઓ કરી રહ્યા છે, કોરોના મહામારીમાં દવાખાનાનાં બીલો હોય કે કોઈપણ પ્રકારની જરૂરિયાત જણાય ત્યારે સામે ચાલી મદદરૂપ બન્યા છે, તાજેતરમાં જ સ્વ. મહેશભાઈ જીવરાજભાઈ ગોધાણી અને સ્વ. મિતુલકુમાર વિનુભાઈ સાંકડાસરિયા આ બન્ને સભ્યો કોરોના સમયમાં લાખો રૂપિયા દવાખાનામાં ખર્ચ કર્યા પછી પણ બચી શક્યા નથી, આ બંને પરિવારને આ સંગઠન દ્વારા રૂપિયા એક-એક લાખનો ચેક બનાવી તાત્કાલિક ધોરણે પરિવારની ભાવના થી પહોંચાડવામાં આવ્યા છે, જ્યારે આ મહામારીમાં લોકો એ ઘરનાં મકાન ઘરેણાંઓ કે પછી જમીન અને અંતે ધંધાના મશીનો પણ વેચવા કાઢ્યા હોય ત્યારે આ પરિવાર સાથે ઉભા રહી પરિવારનો સ્થંભ બનવાનું કાર્ય આ સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે આ ચેક અર્પણ કરવામાં આવ્યા ત્યારે પરિવારની પરિસ્થિતિની જાણ થતાં સંસ્થાનાં હોદ્દેદારો પણ ભીની આંખે નર્વસ થયા હતા, આવાતો અનેક પરિવારો હશે જેમને આવા સંગઠનોની જરૂરિયાત હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *