જય ભારત સાથ જણાવવાનું કે સામાજિક અગ્રણી તથા ખોડલધામ સહિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા પટેલ સમાજના યુવા અગ્રણી પંકજભાઈ સિધ્ધપરા ના ધર્મપત્ની હેતલબેન સિધ્ધપરા નું કેન્સર ની બીમારી ને કારણે તારીખ 25 ઓગસ્ટ ના રોજ દુઃખદ અવસાન થયું હતું ત્યારે મરણ બાદ સમાજ ના રીત રિવાજ મુજબ યોજાતાં બેસણાં ની જગ્યા પર હાલની કોરોના ની મહામારી માં શહેર માં લોહી ની અછત ને લઈ ને રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 111 રક્ત ની બોટલ એકત્ર કરવામાં આવી તથા મરણ પછી ની બારમાં ની વિધિ માં વૃક્ષા રોપણ નો કાર્યક્ર્મ યોજી સમાજ મા એક નવી રાહ ચીંધવા નો સંકલ્પ કર્યો છે. તથા તેમની ધર્મપત્ની નું કેન્સર ની બીમારી ને કારણે અવસાન થયેલ હોવાથી તેમની સ્મૃતિ રૂપે સુરત મા એક ફાઉન્ડેશન ની સ્થાપના કરી કેન્સર રોગ પ્રત્યે લોકમાં જાગૃતતા લાવવા તથા મહિલા ઓમા વધારે થતાં કેન્સર માટે ના જવાબદાર તત્વો નું વહેલાસર નિદાન અને સફળતા પૂર્વક સારવાર થઇ શકે એ માટે લોક જાગૃતિ તથા લેબોરેટરી તપાસ થઈ શકે એ હેતુથી એક સેંટર સુરત ખાતે ઉભુ કરવામાં આવનાર છે.જ્યાં આવા લોકો ને વહેલાસર નિદાન કરવામાં આવશે અને એ માટે જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવશે.
રકતદાન શિબિર માં સમાજ અગ્રણી કાનજીભાઈ ભાલાળા, મહેશભાઈ સવાણી, નાનુભાઈ સાવલિયા, અલ્પેશ કથીરીયા , ધાર્મિક માલવિયા, ડો. કિશોરભાઈ રૂપારેલિયા, ડો. ગધેસરિયા સાહેબ, ડો. સ્નેહલ ડુંગરાણી, કોર્પોરેટર દિનેશ સાવલિયા, દેવરાજભાઈ ટીંબી સહિત સમાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
More News : www.ngofatafatnews.com