માનનીય ડૉ. પ્રવીણ તોગડિયા જી દ્વારા સ્થાપિત આરોગ્ય લક્ષી સેવા – ઇન્ડિયા હેલ્થ લાઇન અને વેવ ધ યુથ પાવર સંસ્થા એ કઠોદરા દીપ રો હાઉસ ની વાડી માં સોસાયટી ના સભ્ય શ્રી લાલજી માંગુકિયા ( આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ) ની આગેવાની હેઠળ ફ્રી મેડિકલ ચેક અપ કેમ્પ નું આયોજન કર્યું. કેમ્પ ની શરૂઆત સામજીક યુવા અગ્રણી શ્રી નિલેશ ભાઈ બોડકી નાં જન્મદિવસે તેમનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરૂ કર્યો.
કેમ્પ માં ડાયાબિટસ, બ્લડ પ્રેશર નું વધુ પ્રમાણ, મોટાપો અને તેના થી થતા રોગો, થાયરોઈડ જેવા જૂના રોગો માટે ડૉકટર પાસે ચેક અપ, તેમના રીપોર્ટ અને આ સાથે તેમની સારવાર નો લાભ લીધો. આ કેમ્પ માં બાળકો અને સ્ત્રી ને લગતા રોગો ની પણ તપાસ કરવામાં આવી.
બંને સંસ્થા દ્વારા ભારત માં આવા રોગો થી બચવા અને યુવાનો ને કાળજી રાખવા માટે ના પગલાં લેવા માટે ની માહિતી પૂરી પાડી. આ સાથે દરેક વ્યક્તિ ને બીડી , સિગારેટ તંબાકુ છોડવા માટે તેમને પ્રોત્સાહિત કર્યા અને તેના નુકશાન વિશે સમજાવ્યું. આ સંસ્થા દ્વારા ૧ લાખ વ્યકતિ નું સોસાયટી , શેરી અને શાળા માં જઈને ચેક અપ કરવા માટે નો લક્ષ્ય “સ્વસ્થ રાષ્ટ્ર, સુખી રાષ્ટ્ર” સંકલ્પ લીધો છે. ટીમ મેમ્બર દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ – ડૉ પૂર્વેશ ઢાકેચા, શ્રી રવિન કરિયાવરા,શ્રી જગદીશ ભાઈ પટેલ, શ્રી રાહુલ બાબરીયા ,શ્રી મિત બલર, શ્રી અમિત દાનીધરીયા, શ્રી ભાર્ગવ કથરોટીયા, શ્રી તરુણ ગોરસિયા, શ્રી કિશન દેપાણી, શ્રી ભૌમિક કથરીયા, શ્રી વિવેક સુતરીયા, શ્રી હિમ્મત માવાણી, શ્રી જીતુ ભાઈ ઢેબરીયા સહિત હાજર રહ્યા અને સેવા આપી.