61 મિત્રોને રક્તદાન કરાવી પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી.
કોરોના કાળમાં રક્તની ખુબ જ અછત છે ત્યારે સામાજીક કાર્યમાં સક્રિય એવી ટાઈગર ફોર્સ સંસ્થાનાં વાઈઝ પ્રેસિડેન્ટ બિપીનભાઈ તળાવીયા નામના જાગૃત યુવાને પોતાની 36 વર્ષગાંઠ નિમિત્તે મિત્રોને અને પોતાના ગ્રુપમાં બ્લડ ડોનેશન માટે પ્રેરિત કર્યા હતા, લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે 61 બોટલ રક્ત એકઠું કરી બ્લડ બેંકની જરૂરિયાત સંતોષાય એવા પ્રયત્નો કર્યા હતા, આ સમગ્ર આયોજન ટાઈગર ફોર્સ ટીમના ગુજરાત અધ્યક્ષ મિલન ચૌહાણ અને અશ્વિન ગોધાણી,હરેશ ખેની, પાર્થ ગઢીયા નાં સહિયારા સંકલન થી કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો હતો અને આ શુભકાર્ય માં દિલીપભાઈ બુહા નો ખુબ સારો સહકાર મળ્યો હતો, આ પ્રસંગે લોકસમર્પણ રક્તદાન કેન્દ્રનાં હોદ્દેદાર સભ્યોએ બિપીનભાઈ તળાવિયા ની સાથે રક્તદાતાઓને શુભેચ્છાઓ પાઠવી અભિવાદન કર્યું હતું.