સુરતની થઈ ખૂબસૂરત સવાર. વોકાથોનમાં ઉમટી પડ્યા શહેરીજનો
સ્ટ્રોક જેવા રોગની ગંભીરતા વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી IDCC હોસ્પિટલ આયોજીત વૉકાથોન 2022 માં મોટી સંખ્યામાં સુરત શહેરીજનો જોડાયા હતા. આ કાર્યક્રમ માં ભંડેરી લેબ ગ્રોન ડાયમંડ, યુરો ફૂડ, પિંગેકસ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ – રામાની ગ્રુપ, ઇન્ડિયા હેલ્થ લાઇન, કોરાટ ફિલ્મ્સ, સહજ મડપ, ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ, હોમગાર્ડ ગ્રુપ, સુરત ના દરેક વિસ્તાર નાં મેડિકલ એસોસિયેશન સાથે સહયોગ થી જોડાયા હતા.
સવારે 5:45 થી ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે ઉપસ્થિત લોકોએ વોર્મઅપ એક્સરસાઇઝ સાથે સંગીતના સથવારે એરોબિક્સનાં વિવિધ સ્ટેપો લીધા હતા. સુરત શહેર પ્રથમ નાગરિક મેયરશ્રી હેમાલીબેન બોઘાવાળાનાં હસ્તે ફ્લેગઓફ થી 5 km આ વોકાથોનનો શુભારંભ થયો હતો જેમાં નાના બાળકોથી લઈને મોટી વયનાં વડીલો, ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ વોકાથોનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટ્રોક જેવા ગંભીર રોગ બાબતે શહેરીજનો જાગૃત થાય એ હતો. સ્ટ્રોક એ બ્રેઈન એટેક છે અને તે અપંગતા તરફ દોરી જાય છે.
ભારતમાં તે મૃત્યુના બીજા નંબરનું કારણ છે. દેશમાં તેના કેસનો વ્યાપ વધતો જાય છે. દર વર્ષે ભારતમાં સ્ટ્રોકના અંદાજે 18 લાખ જેટલા કેસ નોંધાય છે. ભારતમાં દર 40 સેકન્ડે એક વ્યક્તિને આ સ્ટ્રોક આવે છે અને તેમાં 25 ટકા જેટલા દર્દીઓ તો 50 વર્ષથી ઓછી ઉંમરના હોય છે તથા મોટી સંખ્યામાં 19 થી 30 વર્ષની વયના વ્યક્તિઓનો સ્ટ્રોકના દર્દીઓમાં સમાવેશ થાય છે.
સુરત ગજેરા વિદ્યાભાવનથી યોગી ફાર્મ સુધી અને પરત આ રૂટ પર યોજાયેલા વોકાથોનમાં 2000 સભ્યો જોડાયા હતા. કાર્યક્રમના અંતે નાસ્તાનું આયોજન હતું.