Jan Jagruti work Seva Social Work Surat news

સેવાના સૈનીકોની સેવા કરવાનો લ્હાવો લેતા ત્રણ મિત્ર.

સેવાના સૈનીકોની સેવા કરવાનો લ્હાવો લેતા ત્રણ મિત્ર

અચાનક આવેલી કોરોનાની બીજી લહેરથી આમ જનતા ત્રાહીમામ હતી જ્યાં તંત્ર લાચાર હતું અને કોઈ પણ હોસ્પીટલમાં બેડ મળવો મુશ્કેલી ભર્યું હતુ એવા સમયે ‘સેવા’ સંસ્થાની સાથે જોડાયેલી 52 સંસ્થાઓ મળીને લોકોની મુશ્કેલી ઘડી પારખી ને દરેક પ્રકાર ની સગવડતા સાથેનાં કોવિડ આયસોલેશન સેન્ટરો ચાલુ કર્યા જેમાં સેવાની ભાવના વાળા વ્યક્તિઓ પોતાના જીવના જોખમે આવા ડરાવણા માહોલમાં સેવા આપવા માટે તત્પર રહેતા, સ્વયંસેવકોમાં જે ઉંમગ અને જોશ જોવા મળ્યો એ અવિસ્મરણીય છે.
દરેક સ્વયંસેવક પોતાની આવડત પ્રમાણે કુનેહથી સેવાનું ભગીરથ કાર્ય કરતા હતા તેમાં આ ત્રણ મિત્રો પણ બખુબી સેવા આપી રહ્યા હતા.


તેજસભાઈ ચોવટીયા, સંજયભાઇ ગોટી અને શૈલેશભાઈ સુહાગીયા આ ત્રણેય મિત્રો પોતાના બિઝનેસમાં વેલ સેટ છે લોકોના દુ:ખે દુ:ખી થતા સ્વભાવવાળો જીવ એટલે આવી મહામારીમાં આપણે પણ કંઈક યથા યોગ્ય કંઈક કરવું જોઈએ એવો વિચાર ત્રણેય એ મળીને કર્યો જેમાં એમનાં ધ્યાનમાં એ આવ્યું કે જે પરિવારમાં બધાં સભ્યો કોરોના પોઝીટીવ હોય કે પછી ઘરમાં રસોઈ બનાવનાર જ કોરોના ગ્રસ્ત હોય તો એનું જમાનું શું થતું હશે ? આ વિચારે જ ત્રણેય મિત્રને વિચલિત કરી દીધા, આયસોલેશન સેન્ટરનાં અને મિત્ર વર્તુળનાં માધ્યમથી આવા પરિવારો શોધીને તેઓ માટે અડાજણ ઘર ઘરાવ ટીફીન બનાવતા ફેમીલીનો સંપર્ક કરીને આવા પંદર વિસ પરરિવારોને રોજે બંન્ને ટાઇમ સાત્વિક ભોજન નીશુલ્ક તેમનાં ઘરે પહોંચાડવાનું કાર્ય ચાલુ કર્યું જેનો ખર્ચ આ મિત્રો ઉઠાવતા.


દસેક દિવસનાં આ કાર્ય પછી આવી સેવાનો લાભ લેવામાં બીજી ઘણી સંસ્થા જોડાતા આ મિત્રો એ પોતાનો સેવાનો વ્યાપ એવી જગ્યાએ ડાયવર્ટ કર્યો કે જે આયસોલેશન સેન્ટર પર સેવા આપતા સ્વંસેવકો પોતે દિવસ ભર પોતાના બિઝનેસમાં પ્રવૃત હોય તેમ જ આખીરાત ઉજાગરો કરવાનો હોય, બધાં એકદમ યંગ હોય એટલે સ્વાભાવિક છે કે એ લોકોને નાસ્તા-પાણી ની જરૂરિયાત હોય. પણ રાત્રી કફર્યું 8 વાગ્યે લાગી જતો હોય આમ તેમ વલખા મારતા પણ મેળ પડતો નહીં. એ સમસ્યાનાં ઉકેલ રૂપે આ ત્રણેય મિત્રોએ નિશ્ચય કર્યો કે જ્યાં સુધી આયસોલેશન સેન્ટર ચાલુ રહે ત્યાં સુધી રોજ રાત્રે બધાં સેન્ટર પર નામાંકીત ફરસાણ હાઉસ,નાસ્તા હાઉસ કે રેસ્ટોરન્ટ માંથી સાત્વિક અને A1 ક્વોલિટી નો નાસ્તો ફોઇલ પેકીંગ કરાવીને ગરમાં ગરમ દરરોજ આ ‘સેવા’ના ભેખધારીઓને કરાવવો છે. ત્યારથી લઇને આજ દિન સુધી અવિરત આ ત્રણેય મિત્રો રોજે 350 થી 400 વ્યક્તીઓ માટેનો ઑર્ડર આપી દેતાં અને રાત્રે 8 વાગ્યે ડિલિવરી પોતાની ગાડીમાં લઇને સ્વહસ્તે રોજ 17 જેટલાં આયસોલેશન સેન્ટર પર નાં બધાં સ્વયંમસેવકો તેમજ સાથે ઉભાં હોય તેવા દર્દિઓના સગાઓને પણ આગ્રહ કરીને વિવેકથી અનલિમીટેડ ગરમા ગરમ નાસ્તો સ્વહસ્તે કરાવતા. આ નિત્ય ક્રમ રાત્રે 8 વાગવાથી શરૂ થઇ ને છેક રાત્રીનાં 1 વાયા સુધી આજની તારીખે પણ ચાલે છે. આ ખર્ચ લગભગ રોજનો 8 હજારથી 12 હજાર જેટલો થાય છે જે ત્રણેય મિત્રો ભોગવે છે. આમ સેવાનાં આવા ઉમદા કાર્યોમાં સારા ભાવ સાથે જોડાયેલા દરેક વ્યક્તિ યથાશક્તિ તન-મન-ધન થી પોતાનું યોગદાન આપે જ છે.
પણ સેવાનાં સૈનિકોની પણ સેવા કરવાનો અમુલ્ય લાભ લેવો એ એક પ્રેરણાદાયક કાર્ય આ ત્રણેય મિત્રો એ ઉઠાવ્યું તે કાબિલે તારીફ છે.
શત્ શત્ વંદન સહ અભિનંદન સૌ સ્વંયસેવકોને તેમજ જેમણે પણ પોતાનું યોગદાન આપીને આવા સરસ સેવાનાં મહાયજ્ઞ માં યથા શક્તિ આહુતિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *