ઇન્ડિયા હેલ્થ લાઈન અને વેવ – ધ યુથ પાવર દ્વારા ‘ હેલ્થી નેશન , હેપ્પી નેશન ” પ્રોજેક્ટ અંતર્ગત ગઈ કાલે સુરત નાં કઠોદરા ગામ માં નંદિની રો હાઉસ સોસાયટી માં હેલ્થ ચેક અપ કેમ્પ ની આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ માં સુરત વેવ ધ યુથ પાવર, ઇન્ડિયા હેલ્થ લાઇન અને હિન્દુ હેલ્પ લાઈન ની ટીમ નવ નિયુક્ત પ્રાંત ઉપાઘ્યક્ષ જગદીશ ભાઈ પટેલ, ભાર્ગવ કાથરોટિયા, અમિત દાનીધારિયા, ભૌમિક કથીરીયા , કિશન દેપાણી, રાષ્ટ્રીય છાત્ર પરિષદ ના સુરત સંયોજક મિત બલર અને ઇન્ડિયા હેલ્થ લાઇન ના પ્રાંત અધ્યક્ષ ડૉ પૂર્વેશ ઢાકેચા , ઉપાઘ્યક્ષ શ્રી રવિન ભાઈ કરિયાવરા, રાહુલ બાબરીયા , નિકુંજ મકાની , આઈ ડી સી સી હોસ્પિટલ નાં ડૉ નિરવ ગોંડલિયા , મેડિકેર હોસ્પિટલ ના MD ડૉ. સંજય પટેલ દ્વારા સેવા અપાઈ હતી.
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના પ્રાંત ઉપાઘ્યક્ષ શ્રી હસમુખ રૈયાની અને જીતુભાઈ ઢેબરિયા, લાલજી માંગુકિયા , રાજૂ ભાઈ વાઘાણી, સોસાયટી પ્રમુખ શ્રી જીતુભાઈ રાખોલિયા દ્વારા સયુંકત રીતે કેમ્પ નું સફળ આયોજન કરી અને સેવા આપી. આ કેમ્પ માં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, દાંત ની સારવાર, મોટાપો, જનરલ ચેક અપ અને ઉપરાંત બીમારી થી બચવા માટે અને સ્વાસ્થ્યપ્રદ જીવન શૈલી વિશે સમજણ આપવામાં આવી. આ સંસ્થાનો ઉદ્દેશ રાષ્ટ્ર માં આવી બીમારી થી પ્રિવેંશન અને જે વર્ગ સપડાયેલો છે તેમને સાચુ માર્ગદર્શન, નિષ્ણાત ડોક્ટર ની સલાહ સૂચન અને નિશુલ્ક સારવાર નો છે જે સિદ્ધ થાય છે આ કેમ્પ દર રવિવારે યોજાય છે.