Social Work

સ્કૂલને હોસ્પિટલમાં પરિવર્તન કરીને માનવતાની ઉત્તમ સેવા આપતા ઉધનાનાં શિક્ષક મુસીબતમાં ઈશ્વરીય દૂત ડોક્ટર સાબિત થયા.

*સ્કૂલને હોસ્પિટલમાં પરિવર્તન કરીને માનવતાની ઉત્તમ સેવા આપતા ઉધનાનાં શિક્ષક મુસીબતમાં ઈશ્વરીય દૂત ડોક્ટર સાબિત થયા.*

સુરત શહેરમાં એક એવો વિસ્તાર છે જ્યાં સમગ્ર ભારતમાંથી આવેલા લોકો વસે છે એ વિસ્તાર છે ઉધના. અને ઉધના વિસ્તારમાં માનવતાનું કાર્ય કરતા કોઈ એક વ્યક્તિનું નામ લેવું હોય તો એ છે જયસુખ ભાઈ કથીરિયા. લિઓ સ્કૂલના સંચાલક આ વ્યક્તિ એ શહેર પર આવતી તમામ આપત્તિનાં સમયે પોતાના થી થતું તમામ પ્રકારનું યોગદાન આપવા માટે હરહંમેશ તત્પરતા બતાવી છે. હાલમાં એમણે વરાછા વિસ્તારમાં ચાલતી સેવા નામની સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સાથે સંકલન કરી એક ઉત્તમ પ્રકારનું આઈસોલેશન સેન્ટર બનાવ્યું છે જેને સેમી હોસ્પિટલ પણ કહી શકાય. જેમાં દર્દી નારાયણ માટે મેડિકલ સ્ટોલ ઉપલબ્ધ કરાયો છે. સાથે સાથે Ac રૂમોની વ્યવસ્થા અને હોસ્પિટલના નિતી નિયમો અનુસાર ઓક્સિજનની સુવિધા પણ ત્યાં વિનામૂલ્યે અપાઇ રહી છે. આ આઈસોલેશન વોર્ડમાં હાલમાં 30 બેડની વ્યવસ્થા અને 5 ડોકટર મિત્રો જેમાં ડો. કનક સુરમાં, ડો. સ્નેહલ તલાટી, ડો. ધર્મેશ સુરમાં સાથે અન્ય ડોક્ટર ટીમ આ સેવાનાં યજ્ઞમાં યોગદાન આપી રહી છે. જયસુખ ભાઈ ખુદ જણાવે છે કે આ આઈસોલેશન વોર્ડમાં તેઓ પોતે પોતાની 24 કલાક હાજરી અને એમની પાસે જે ડૉક્ટરી જ્ઞાન છે. એ મુજબ દર્દીઓને મોટિવેટ કરવાનું કાર્ય કરી રહ્યા છે. જ્યાં સુધી જરૂરિયાત જણાય ત્યાં સુધી આ સેવાકીય કાર્ય શરૂ રહેશે. આપત્તિનાં સમયે આ માનવી ખરેખર દર્દીનારાયણ માટે ભગવાન થી પણ વિશેષ સાબિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *