યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરમાં 106 રક્તયુનિટ એકઠું કરાયું.
સુરત માં યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ ના યુવાનો અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરતા આવ્યા છે, વડીલો માટે ફ્રી યાત્રા હોઈ, બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, પ્રથમ આઇસોલેશન સેન્ટર, વેક્સીનેશન કેમ્પ, મેડિકલ ચેકઅપ, મેડિકલ સહાય, કીટ વિતરણ, લોક જાગૃતિ, જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, આ સંસ્થા દ્વારા દ્વારા તારીખ :- 19/12/2021 ને રવિવાર ના રોજ વેલકમ 2022 અંતર્ગત એક મિટીંગ મળી હતી, જેમાં સંસ્થા ના યુવાનો દ્વારા પ્રમુખશ્રી અંકિત બુટાણી ની આગેવાની માં યુવા સંસ્કૃતી ધામ બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો, યુવા સંસ્કૃતિ ધામની અંદર વડીલો માટે વૃદ્ધાશ્રમ અને ગૌશાળા હશે જે સંપૂર્ણ દેશી પદ્ધતિ થી બનાવીને વડીલો પાછળની જિંદગી માણી શકે તેવા હેતુથી અને વડીલ સેવાના હેતુથી યુવા સંસ્કૃતી ધામ નિર્માણ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવશે,જે અંતર્ગત પ્રોજેક્ટ લોન્ચિંગ ના દિવસેજ સવારે માનવ સેવા નું કાર્ય એટલે કે રક્તદાન કેમ્પનું પણ આયોજન લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર (બ્લડબેન્ક) મિનિબજાર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના યુવાનો એ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી 106 યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું.