Social Work

ખૂબ ધૈર્ય અને શાંત કમીટેડ ડૉ. પ્રતિક સાવજ ની સારવાર થી કોરોના ના ખૂબ ક્રિટિકલ કેસ પણ સુધર્યો.

લગભગ ૧ મહિના અને ૬ દિવસ પહેલા મારા સગા કાકા રસુલભાઈ મલેક રહે. વાવ ના દીકરાનો ફોન આવ્યો કે કાકાને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને છ દિવસથી કોવિડ ના લક્ષણો હતા એટલે ઓક્સિજન સપોર્ટ સાથે સુરત ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.
ત્યારે મનમાં અનેક વિચારો આવ્યા કે શું કરીશું શું થશે. બધાની સેવામાં રહેતા કુટુંબીજનો કેમ ભુલાઈ ગયા? અનેક સવાલો વચ્ચે હોસ્પિટલના કાઉન્ટર પાસે જ ડૉ. પ્રતિક સાવજ દેખાઈ ગયા અને તેમને કહીને કાકાને તેમની દેખરેખ હેઠળ દાખલ કરી દીધા.
મારા પોતાના ઘરના સદસ્યોનો અનુભવ ખૂબ સારો હતો એટલે પ્રતિકભાઈ ને સોંપી અમે રવાના થયા.
બીજા દિવસે જાણ્યું કે કાકાને ૮૦ થી ૯૦ ટકા ફેફસામાં ઇન્ફેક્શન છે અને ઓક્સીજન લેવલ મેઇન્ટેઇન નથી થતું એટલે વેન્ટીલેટર પર રાખવા પડશે.
એકતા ટ્રસ્ટમાં કામ કરતા એટલું તો જાણ્યું જ હતું કે કેટલી ગંભીર હાલત છે.
ડૉ. પ્રતિક સાવજ ના શબ્દો હજુ યાદ છે કે આટલા બધા ઇન્ફેક્શનમાં રિકવરી ના ચાન્સ દસ વીસ ટકા જ હોય છે પરંતુ અમે બેસ્ટ પ્રયત્નો કરીશું. પણ હું ટોસિલિઝુમેબ નું ઇન્જેક્શન આપવાનું ટાળું છું, તમને કોઈ વાંધો નથી ને?
હા, કોવિડ ની બેસ્ટ અવેઇલેબલ સારવાર આપીશું.
મારો જવાબ હતો કે તમને સોંપ્યા છે તમે સારવાર કરો અમે દુવા કરીશું. દવા કે ઇન્જેક્શન બાબતે અમારી તરફથી કોઈ સૂચન નહિં થાય તમે સારામાં સારો પ્રયત્ન કરો.
બસ તે દિવસથી અમે માત્ર દિવસમાં એક વખત ખબર પૂછતાં.
પણ અમારો વિશ્વાસ સફળ થયો. ખૂબ સરસ સારવાર અને દેખરેખ તેમજ કોઈ વધારા ના ઇન્જેક્શન વગર ગઈકાલે મારા કાકા સાજા થઈ પોતાના ઘરે પહોંચ્યા.
આટલા દિવસમાં ડૉ. પ્રતિક સાવજ ના મોઢા પર એક શિકન જોવા નહીં મળ્યું. ખૂબ ધૈર્ય અને શાંત કમીટેડ ડૉ. ની સારવાર થી ખૂબ ક્રિટિકલ કેસ પણ સુધર્યો.
Thanks to dr. Pratik Savaj and the whole team of TriStar hospital.
આ વાત પરથી એટલું શીખજો કે તમારા તબીબ પર ભરોસો પૂરો કરજો અને બીજું કે ટોસિલિઝુમેબ વગર પણ ક્રિટિકલ દર્દી સારો થઈ શકે છે.

#dr.pratik_savaj #Covid_19 #surat_update #surat_news

More News : www.ngofatafatnews.com

FB : www.fb.com/ngofatafatnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *