જન્મદીન નિમિતે રક્તદાન કેમ્પ યોજી મિત્રવર્તુળ સાથે 101 બ્લડયુનિટ એકઠું કરાયું.
મોટાવરાછાનાં શિવધારા કેમ્પસ વેદાંતા ખાતે શિવધાર યુવા ગ્રુપ, મહાદેવ માનવ સેના અને સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી દીવસોમા યુવાનોને વેક્સિનેશન શરુ થતુ હોય અને વેકિસન લીધા બાદ ઘણા દીવસો સુધી રક્તદાન કરી શકાતુ નથી. જેથી કોરોના ની મહામારીને ધ્યાનમાં લઇ વેક્સિનેશન કર્યા પહેલા યુવાનો દ્બારા વધુમા વધુ રક્તદાન કરે તેવા પ્રયાસથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું,
જેમાં ચિરાગભાઇ કીકાણીનાં જન્મદીન નિમિતે યુવાનો, વડીલો અને મિત્રવર્તુળ દ્વારા 101 બોટલો રકત એક્ઠુ કરી સુરતની લોકસમર્પણ બ્લડ બેંક ને આપવામા આવ્યુ અને આગામી દીવસોમા પણ આવી જ રીતે મહામારી સામે લડવા યુવાનો સેવાકાર્યમાં જોડાવા તૈયાર આ રકતદાન કેમ્પમાં સ્થાનીક આગેવાનો, સુદામા ચોક કોવીડ આઇસોલેશન સેન્ટરનાં સેવાકીય યુવાનો વિપુલ દેસાઇ , રોનક પટેલ -સુદામા ,મયુર જસાણી , આશીષ ડોંડા , રાકેશ કાકડીયા, શૈલેશ સવાણી, સામાજીક અગ્રણી જે.કે.ભાઇ રાજપુત, હીરેનભાઇ ખેની, રોહીત ત્રાડા , તેજસ વઘાસીયા અને આજુબાજુના સોસાયટીના પ્રમુખશ્રીઓએ હાજરી આપી આ યુવાનોના રકતદાન કેમ્પને શોભાવ્યો હતો.