Social Work

આત્મિય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસકર્મીઓ માટે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ .

હાલના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે દરેક કોરોના વોરિયર્સ એ કોરોના સામેની લડત માં પ્રજાની સલામતી માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને સેવા આપી હતી.

તેવા જ કોરોના વોરિયર્સ પોલીસકર્મીઓની સલામતી અને તંદુરસ્તી માટે સામાજિક કાર્યમાં અગ્રેસર આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ સમસ્ત પટેલ સમાજની વાડી, મિનિબજાર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં યુવા અને નામાંકિત ડો. દેવેનભાઈ જોશીએ મોટી સંખ્યામાં પોલીસકર્મી મિત્રો નું બ્લડપ્રેશર, પ્લસરેટ, કાર્ડિયોગ્રામ તપાસીને જરૂરિયાત મુજબ દવા અને ખોરાકની સલાહ આપવામાં આપી હતી. આ કાર્યમાં આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટના યુવા મેમ્બર્સ, સોશિયલ આર્મી અને રોટરેક્ટ કલબ ઓફ સુરત ઇસ્ટના યુવા મિત્રો પણ મદદમાં જોડાયા હતા.

More news : www.ngofatafatnews.com

FB : NGO FATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *