સંકલ્પથી શતક સુધી સુરત GPBO ટીમની સફળ યાત્રા
યુવાશક્તિના સર્વાગી વિકાસ માટે કટિબધ્ધ સંસ્થા એટલે એક જ નામ યાદ આવે સરદારધામ. તેની ત્રિપલ જી અંતર્ગત પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO). જેમાં આજ સુધી 15000 થી વધુ યુવા બિઝનેસમેનો જોડાઇ ચુક્યા છે. ગુજરાતનાં અલગ અલગ ઝોનમાં તેની 15 જેટલી વીંગ કાર્યરત છે. સુરત ખાતે તેની ચાર વીંગ કાર્યરત છે.
આજથી બે વર્ષ પહેલાં સરદારધામ દ્વારા આયોજીત કેવડિયા કોલોની ખાતેની ચિંતન શિબિરમાં સુરત ટીમે સંકલ્પ લીધો હતો કે યુવાનોને ઉપયોગી એવું પ્લેટફોર્મ GPBO ની સુરતમાં સ્થાપના કરવી. જૂજ સભ્યોથી શરૂ થયેલી મિટિંગમાં હમ ચલતે ગયે, લોગ મિલતે ગયે ઔર કારવા બઢતા ગયાની જેમ એનો વ્યાપ વધતો ગયો. જોતજોતામાં આજે સરદારધામ સુરત ઓફિસ ખાતે એમરલ્ડ વિંગની 100 મી મિટિંગનું ભવ્ય સેલીબ્રેશન થયું.
આ ભવ્યથી દિવ્ય સેલીબ્રેશનમાં બિઝનેસ મેનેજમેન્ટ અને ટીમ બીલ્ડીંગ વિષય પર ગેસ્ટ સ્પીકર ડો.સ્નેહલ પટેલ દ્વારા ખુબજ સરસ માર્ગદર્શન અપાયું હતું. તેઓ હોસ્પિટલ મેનેજમેન્ટ ફીલ્ડમાં છેલ્લાં 12 વર્ષથી જોડાયેલા છે SGCCI માં તેઓ પબ્લીક હેલ્થકમીટીમાં કો-ચેરમેનની અને હેલ્થ ફાર્માસ્યુટીકલ એક્પો. ના ચેરમેન છે અને હાલ ભંડેરી લેબગ્રોન ડાયમંડ્સમાં તેઓ હાલ CEO ની જવાબદારીમાં છે સાથે તેઓ હેલ્થકેર કન્સ્લ્ટન્સી ફર્મ HOSPITUNE LLPના ફાઉન્ડર ચેરમેન છે. આ ઉપરાંત આ મીટીંગમાં ગેસ્ટ તરીકે સૂર્યા વરસાણી એકેડમી કચ્છ તરફથી ધનજીભાઇ પટેલે પણ હાજરી આપી સહુને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.