વિધાતાના નવ નિર્માણની કળાકૃતિ તું…
એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કર તું…
આ વાત કહેવાઇ છે એવી મહિલાઓ માટે જે દિવસ-રાત જોયા વગર નિરંતર પોતાના ઘર – પરિવારને જ પોતાની દુનિયા બનાવીને એમાં કાર્યરત રહે છે. સ્ત્રી ઇશ્વરની એક સુંદર કલાકૃતિ છે. જેના દ્વારા ફક્ત એક ઘર જ નહી પરંતુ સમગ્ર વિશ્વ સ્વર્ગ સમાન લાગે છે. દર વર્ષે 8 માર્ચ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે.
સરદારધામ સંસ્થા જે યુવા શક્તિના સર્વાગી વિકાસ અને નારી સશક્તિકરણના સંકલ્પ સાથે પાંચ લક્ષ્યબિંદુઓ પર કાર્ય કરે છે. તેમાનું એક લક્ષ્યબિંદુ છે યુવા તેજ-તેજસ્વીની. જેમાં અત્યાર સુધી ગુજરાતના અલગ અલગ ઝોનમાંથી 1 લાખથી વધુ યુવાધન જોડાયેલું છે. ત્યારે મહિલાદિન નિમિત્તે સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સુરત દ્વારા 5 માર્ચ, સાંજે 3 કલાકે સરદાર પટેલ સ્મૃતિ ભવન સુરત ખાતે “શક્તિ-વંદના” એવમ મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન થવા જઇ રહ્યું છે.
આ કાર્યક્રમમાં નારી શક્તિનું ગૌરવ અને પુરૂષોનું ક્ષેત્ર ગણાતા એવાં ઉદ્દઘોષકોની દુનિયામાં પોતાનો ડંકો વગાડનાર ભાવનગરના સમાજસેવી શ્રી નેહલબેન ગઢવી પોતાનું વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં સુરતની તમામ પાટીદાર મહિલાઓ જેમણે વહીવટી ક્ષેત્રે તેમજ રાજકારણ ક્ષેત્રે અમુલ્ય સિધ્ધિ મેળવી છે. તે સૌ મહિલાઓને સન્માનિત કરવામાં આવશે અને સાથે સાથે સશક્ત નારી સશક્ત સમાજનાં સુત્રને સાર્થક કરાશે.