Educational help Jan Jagruti work Social Work Surat news

ગ્લોસ્ટારના કેશુભાઈ ગોટીના નિસ્વાર્થ અને પ્રેરક સેવાકાર્યને બિરદાવવા ભવ્ય સમારોહ યોજાયો.

જમણા હાથે દાન આપો તો ડાબા હાથને પણ ખબર ન પડે તેવી પ્રતિબધ્ધ્તા સાથે સમગ્ર ભારતના પછાત વિસ્તારમાં વસવાટ કરતા આર્થિક રીતે નબળા સમાજના સર્વાગી વિકાસ માટે અને તેમનું જીવન ધોરણમાં સુધાર લાવવા ભગીરથ અભિયાન હાથ ધરનાર સુરતની અગ્રણી હીરાની કંપની ગ્લોસ્ટારના માલિક કેશુભાઈ ગોટીની સમાજસેવાને બિરદાવવા ખ્યાતનામ ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રદીપભાઈ સિંધીના સૌજન્યથી ગત તારીખ 18 સપ્ટેમ્બર અને રવિવારના રોજ અવધ ઉથોપિયા કલબ ખાતે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.નોંધનિય છે કે CA પ્રદીપભાઈ સિંધી 4 ભવનનાં દાતાશ્રી છે અને તેમના દ્વારા સરસ્વતીધામ નિર્માણનાં સહયોગી દાતાશ્રીઓ અને કર્મયોગી પરિવારને સન્માનવા ત્રીજી વખત આ પ્રકારના ભવ્ય કાર્યક્રમનું આયોજન અવધ ઉટોપિયા ખાતે થયું હતું. અવધ ઉથોપિયા ખાતે લોકડાયરા અને ભોજન સાથે આયોજીત થયેલા એ ભવ્ય સમારોહમાં અગ્રણી ઉદ્યોગકારો, સામાજીક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ, સમાજ શ્રેષ્ઠીઓ સહીતના અનેક આગેવાનો ખુબ વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.સમારોહમાં ઉપસ્થિત મહેમાનોને સંબોધતા અભિયાનના પ્રણેતા કેશુભાઈ ગોટીએ આ સેવાકાર્ય રૂપી ભગીરથ અભિયાનના ઉદ્દેશ્ય વિશે વાત કરી હતી.તેમણે કહ્યું કે આ મિશન માનવતા માટેનું છે.જેથી તે કોઇને વાગે નહી એ પ્રકારે સંપન્ન કરી બીજાની લીટી નાની નહી કરવાની ભાવના સાથે પાર પાડવાની પ્રતિબધ્ધ્તા વ્યકત કરી હતી.આ સમારોહ દરમિયાન આયોજીત લોકડાયરામાં માયાભાઈ આહીર, ગીતાબેન રબારી, ભાવિનભાઈ શાસ્ત્રીએ પોતાનું પરફોર્મન્સ આપીને લોકોનાં મન મોહી લીધા હતા.

અંતરિયાળ અને આદિવાસી એરિયામાં 309 આશ્રમશાળાઓ શરૂ કરવાનો શુભ સંકલ્પ કરનાર આધુનિક યુગનાં કેશવ : શ્રી કેશુભાઈ ગોટી

हर सफर की शुरुआत, एक सोच से होती है।

અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં આદિવાસી જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોને આસાનીથી શિક્ષણ મળી રહે તેમજ તેમનો પાયો મજબૂત બને, તેમના જીવન ધોરણમાં સુધારો આવે એવા ઉમદા આશયથી સુરતના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ કેશુભાઇ ગોટી દ્વારા એમના માતાની સ્મૃતિમાં બનાવેલા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ શિક્ષણ અને સેવાના ભાવથી સેવા કાર્ય માટે આદિવાસી વિસ્તારોમાં 309 આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ કરાયો છે. તો ચાલો આજે જાણીએ કેશુભાઈ ગોટી અને એમના દ્વારા થઈ રહેલા આ ઉમદા કાર્યને.

શુન્યમાથી સર્જન

અત્યંત સરળ સ્વભાવ ધરાવતા અને સુરત ને કર્મભુમિ બનાવનાર ગ્લોસ્ટાર કંપનીના માલિક કેશવભાઇ (કેશુભાઇ) હરીભાઇ ગોટી (ઉ.વ.64) નો જન્મ 1958 માં ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના હળીયાદ ગામમાં થયો હતો. પરિવારની અત્યંત નાજૂક આર્થિક સ્થિતીના કારણે માત્ર ધો.3 સુધી ભણેલા હતા. કેશુભાઈને બે મામા હતા. અને તેમના માસીના દિકરા મુંબઇમાં હીરાના વ્યવસાય સાથે સંક‌ળાયેલા હતા. કેશુભાઈ 1972માં મુંબઈ ગયા ત્યારે એક મામાએ ચાર તકિયા આપ્યા તો બીજા મામાએ કપડાની જોડી બનાવી આપી હતી મુંબઈ માસીના દિકરા પાસે હીરા ઘસવાનું કામ શીખ્યા હતા. તે સમયે કેશુભાઇની સાથે કુલ 7 જણા બોટાદથી 22 રૂપિયાની ટિકિટ લઇને બોરીવલી ઉતર્યા હતા. બોટાદ થી મુંબઈ જવાની ટીકીટનાં પૈસા હીરાનું કામ શિખવાડનાર માસીના દિકરાએ આપ્યા હતા. આવી સાવ સામાન્ય આર્થિક પરિસ્થિતી વચ્ચે તેઓ છ મહીનાની બંધીમાં મુંબઈમાં હીરા ઘસવાનું કામ શીખ્યા હતા. સુરત આવીને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી શરૂ કરી હતી.

માતૃશ્રી કાશીબા હરિભાઇ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ નો ઉદ્દેશ્ય

માતૃશ્રીના નામથી બનેલા ટ્રસ્ટ કાશીબા હરિભાઇ ગોટી ચેરીટેબલના માધ્યમથી કેશુભાઇ જરૂરિયાતમંદોની મદદ કરતા રહે છે. હાલ તે સુરત,વલ્લભીપુર, ડાંગ સહિત 25 થી વધુ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સમાજ પાસેથી તેમણે જે મેળવ્યું છે તે તેને પાછું આપવાની ઇચ્છાના પગલે જ તેમણે ગરીબ ખેડૂતોનાં બાળકો માટે હોસ્ટેલ બનાવવાનો સંક્લ્પ લીધો છે. કેશુભાઇ ગોટી કહે છે કે, ઘણા સમયથી તેઓ ભુમિપુત્ર મેગેઝીન વાંચે છે. આ મેગેઝીનમાં એક વખત ખેડૂતો અને ભુમિહીન લોકોની સ્થિતી અંગે વાંચ્યું. તેમની સમસ્યાઓ ખરેખર ખુબ જ ભયાનક લાગી. બાળપણથી વિનોબા ભાવેના વિચારોથી તેઓ પ્રભાવિત રહ્યા છે આ જ વિચારોના કારણે તેમને લાગ્યું કે આવા ગરીબો માટે કઇક કરવું જોઇએ. જ્યારે પ્રથમ વખત તેઓએ આદિવાસી વિસ્તારની મુલાકાત લીધી ત્યારે આ આદીવાસી પરીવારના જીવનમાં સુધાર લાવવા અને મદદ કરવાનો તેમણે દ્રઢ નિર્ધાર કર્યો. અને મનોમન વિચાર્યુ કે જો આદીવાસી ગરીબ પરીવારને આર્થિક મદદ કરીયે તો થોડાં સમય માટે એમનું પેટ ભરી શકાય .પરંતુ જો એમના બાળકોને શિક્ષણ માટેની યોગ્ય વ્યવસ્થા કરી તેને પગભર કરવામાં આવે તો સમગ્ર પેઢીને ગરીબીમાંથી ઉગારી શકાય છે. મનોમંથન બાદ તેમને લાગ્યું કે આશ્રમશાળા બનાવવાથી તેમની રહેવાની યોગ્ય વ્યવસ્થા થઇ શક્શે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારમાં બનેલી હોસ્ટેલોમાં રહીને અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટિક ભોજન પણ પ્રાપ્ત થાય તેવા પ્રયાસે લાગી ગયા છે. પાયાની આ સમજણના સથવારે કેશુભાઈએ એક છત્ર નીચે 309 શાળા, છાત્રાલયો- આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ લીધો છે. પોતાની કોઈપણ જાતની પ્રસિદ્ધિ કે નામના રાખ્યા વગર આદિવાસી બાળકો માટે શૈક્ષણિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરીને કેશુભાઈ ગોટી રાષ્ટ્ર નિર્માણનું શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે ત્યારે આ ઉમદા, નિઃસ્વાર્થ અને હૃદયસ્પર્શી કાર્ય બદલ જેટલું એમને બિરદાવીએ એટલું ઓછું છે.

50% આર્થિક યોગદાન છતાં તકતીમાં પોતાની જગ્યાએ સહયોગી દાતાનું નામ

સુરત સ્થિત હીરાની અગ્રણી કંપની ગ્લોસ્ટારના માલિક કેશુભાઈ ગોટી દ્વારા 50 ટકા આર્થિક યોગદાન આપી આદિવાસી બાળકોને ભણાવવા 309 આશ્રમશાળા બનાવવાનો નિર્ધાર કર્યો છે. જેમાં સરાહનીય બાબત એ છે કે તેમના દ્વારા બનાવેલ એક પણ શાળા, છાત્રાલયો કે આશ્રમ શાળામાં તેમના કે તેમના પરિવારના નામની તકતી પણ નહી મુકવાના નિર્ણય સાથે તેમણે તદ્દન નિસ્વાર્થ ભાવે આ શિક્ષણ યજ્ઞ આરંભ્યો છે. આ શિક્ષણ યજ્ઞમાં એક આશ્રમશાળાના નિર્માણ પાછળ અંદાજીત 50 થી 60 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જે પૈકી 50 ટકાનું દાન એકલા કેશુભાઈ આપે છે. જ્યારે બાકીની 50 ટકા રકમનું આર્થિક યોગદાન સમાજમાંથી સહયોગી દાતાઓ શોધીને એકત્રિત કરાય છે. ટોટલ 309 આશ્રમ શાળામાંથી 211 આશ્રમ શાળાઓના સહયોગી દાતાઓ મળી ગયેલ છે. પોતાના જીવન સંઘર્ષમાંથી આ પહેલ કરવાની પ્રેરણા મળી છે એવું સ્વીકારનારા કેશુભાઈએ દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, વ્યારાથી લઈને દાહોદ સુધીના આદિવાસી ક્ષેત્રો ઉપરાંત ગુજરાતના સીમાડા વટાવી અન્ય રાજ્યોમાં પણ આશ્રમ શાળાઓ બનાવવાનું જંગી અભિયાન છેડ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *