Educational help Jan Jagruti work

જાણો શું થયું ડૉ પ્રવીણ તોગડિયા ના જન્મદિવસે ! પ્રભારી ના પ્રવાસ દરમિયાન વાપી માં વાગ્યો હિંદુત્વ નો ડંકો અને થયું શક્તિ પ્રદર્શન.

૧૨-૧૨-૨૦૨૧ ના રોજ ડૉ પ્રવિણ તોગડિયા જી ના સંગઠન આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ડૉ પૂર્વેશ ઢાકેચા નો પહેલી વાર વલસાડ , ગુંદલાવ , વાપી, નાની દમણ પ્રવાસ થયો . જેમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી હસમુભાઈ રૈયાની  અને શ્રી દિનેશ ભાઇ કાનાણી, વલસાડ જિલ્લા સંગઠન મંત્રી કેતન ભાઇ પટેલ, તાલુકા ઉપાધ્યક્ષ શ્રી મયુર ભાઇ, હીંદુ હેલ્પ લાઇન પ્રમુખ સુરત શહેર શ્રી જગદીશ ભાઇ પટેલ, અને ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવ ભાઇ કાથરોટિયા, ઇન્ડીયા હેલ્થ લાઇન સંયોજક શ્રી તરુણ ભાઇ ગોરસિયા, વડોદરા ના શ્રી રૂપેશ સિંહ રાજપૂત હાજર રહ્યા. દમણ વાપી ના શ્રી રાકેશ ભાઇ પાંડે , શ્રી કેતન ભાઇ ભંડેરી ,શ્રી ચિરાગ ભાઇ ભંડેરી અને શ્રી વિજય ભાઇ કાલી ની હાજરી રહી. ભવ્ય રેલી સાથે સભા નું આયોજન થયું. આ સાથે વાપી અને વલસાડઃ જિલ્લા માં નવા લીડરો નું નિયુક્તિ થઈ અને હિંદુ એકતા અને રક્ષા માટે નું આહવાન થયું. જેમાં ડૉ યોગેશ ઠાકરે અધ્યક્ષ ઈન્ડિયા હેલ્થ લાઇન વલસાડ જિલ્લા , ડૉ મહેશ દીક્ષિત, ઉપાધ્યક્ષ IHL વાપી , શ્રી ભાવેશ ભાઇ ટેલર અધ્યક્ષ , શ્રી અનીલ યાદવ ઉપાધ્યક્ષ AHP , રાષ્ટિય બજરંગ દળ ના મહામંત્રી અને મંત્રી શ્રી રણજીત પ્રસાદ મહામંત્રી, શ્રી યતિશ તિવારી ,AHP મહામંત્રી અને મંત્રી શ્રી ચંદ્રેશ જયસ્વાલ અને શ્રી ચંદ્રકેશ પાંડે ની નિમણુક થઈ.

દમણ માં પ્રાસંગિક સ્વાગત અને નાની દમણ માં શ્રી ભિખી બા અને દૂધી બા મંદીર ની પ્રાણ પ્રતિષ્ઠા માં હાજરી આપી જ્યાં ડૉ પુર્વેશ ઢાકેચા એ લોકો ને સંબોધ્યા. યુવાનો ને મળતા કહ્યું હતું હિંદુત્વ મોટા પ્રમાણ માં જાગશે અને સંગઠન ની શકતી વધી છે. સત્તા અને શક્તિ સંગઠન અને હીંદુ સમાજ નક્કી કરશે . ગુંદલાવ ગામ માં મંદીર પર બેઠક યોજાઈ જેમાં રાષ્ટ્રિય બજરંગ દળ, વકીલો નો આયામ હિન્દુ એડવોકેટ ફોરમ, રાષ્ટિય છાત્રા પરિષદ ના આગેવાની ઉપસ્થિત રહ્યા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *