Social Work

નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા GUEEDC અંતર્ગતની વિવિધ લોન સહાય યોજનાના અરજી કરવાના સમયગાળામાં વધારો કરવા બાબતે આપેલું આવેદનપત્ર.

પ્રતિ,
ચેરમેનશ્રી,
ગુજરાત બિન અનમત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ,
બ્લોક ૨, ૭મો માળ, કર્મયોગી ભવન,
ગાંધીનગર, ગુજરાત.

વિષય: GUEEDC અંતર્ગતની વિવિધ લોન સહાય યોજનાના અરજી કરવાના સમયગાળામાં વધારો કરવા બાબત

માનનીય સાહેબ શ્રી,
ગુજરાત સરકારના “GUEEDC” ગુજરાતના બિન અનામત વર્ગના લોકો માટે ઘણા યોગ્ય દિશામાં કાર્યો કરી રહેલ છે. જેમાં સમયે સમયે બિન અનામત વર્ગના લોકોને વિવિધ સહાય હેતુ ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહેલ છે, સાથે અમારી સંસ્થા આ વિવિધ લોક ઉપયોગી યોજનાઓ લોકો સુધી પહોચડવામાં સ્થાનિક ક્ષેત્રમાં જરૂરી પ્રયત્નો કરી રહેલ છે અને લોકો પણ ઘણા સારા પ્રતિસાદ સાથે તમામ યોજનો લાભ લઈ રહેલ છે.

તાજેતરમાં વિશ્વમાં કોવિડ૧૯ મહામારીના કારણે ઘણી રીતે લોકો પરેશાન થઈ રહેલ છે, જે માટે ગુજરાત સરકારે ઘણા યોગ્ય પગલાં લીધા છે જેનાથી લોકોને લાભ મળ્યો છે. GUEEDC દ્વારા ચાલુ વર્ષની યોજનાઓમાં હાલમાં ચાલુ ૩ યોજનાઓ છે જેમાં ૧) વિદેશ અભ્યાસ લોન ૨) શૈક્ષણિક અભ્યાસ લોન ૩) સ્વરોજગારલક્ષી (આત્મનિર્ભર) લોન હેતુ યોજનાઓ ચાલુ છે અને આ યોજનાઓ માટે આયોગ દ્વારા આપેલ જાહેરાત મુજબ તારીખ ૨૫/૦૮/૨૦૨૦ સુધીમાં અરજી કરવાની રહે છે.

આપ સાહેબ જાણો છો એ રીતે “કોવિડ૧૯” મહામારીની અસરો વિશ્વસ્તરે જોવા મળી રહેલ છે અને આ સમયમાં તમામ લોકો તેમજ સરકારી કચેરીઓમાં સરકારી ગાઈડ્લાઇન મુજબ કામગીરી કરી રહેલ છે. આ સમયે લોકો સરકારી ગાઈડલાઇન “ઘરે રહો સુરક્ષિત રહો” ને અનુસરતા હોઈ ઉપરાંત ઘણા લોકો શહેર છોડીને પોતાના વતન ગયેલ છે, ઘણા લોકો પોતાના આધાર પુરાવામાં ફેરફાર કરેલ છે તેમજ ઘણા લોકો એક યા બીજી રીતે આ કોવિડ૧૯ મહામારી સમયે આ લોન સહાય મેળવવામાં વધુ સામયની જરૂર હોઈ આ વાત સંસ્થા સુધી આવી છે જેથી કરીને અમો સંસ્થા તરીકે GUEEDC દ્વારા જે આ ૩ યોજનો અમલમાં છે એમાં વધુ સમયગાળો આપવામાં આવે તે આ સમયની જરૂરિયાત છે જેથી કરીને ખરેખર જરૂરિયાતમંદ લોકો આ યોજનાના લાભ લઈ શકે.

હાલમાં જે આ લોન સહાય યોજના ચાલુ છે તે હેતુ જે અરજી કરવાની રહે છે તેના તમામ આધાર પુરાવાઓ નવા મેળવવામાં કે તેમાં સુધારા કરવામાં ઘણો સમય લાગતો હોય છે સાથે કોવિડ૧૯ વિશ્વ મહામારી ચાલી રહેલ છે જે તમામ બાબતો ધ્યાને લઈ જો આ યોજના આશરે ૩૦ થી ૩૫ દિવસનો વધારો કરી આપવામાં આવે તો ઘણા લોકો માટે આ યોજના સાચા અર્થમાં મદદરૂપ થાય એમ છે.

સૌથી મહત્વની વાત એ નોંધવા જેવી છે કે આ યોજના હેતુ જે લોકો પાસે મામલતદરશ્રી દ્વારા અપાયેલ આવકનો દાખલો ફરજિયાત છે તે મેળવવામાં મુશ્કેલી સાથે વધુ સમય લાગતો હોઈ છે જેથી જે તે અરજદરના આવકના દાખલના ઓપ્શનમાં આવકવેરા (ITR રિટર્ન) ને પણ આ આધાર પૂરવાની યાદીમાં GUEEDC દ્વારા માન્યતા આપવામાં આવે એવી નમ્ર વિનંતી છે.

ગુજરાતની સંવેદનશીલ સરકાર આ હેતુ બહોળા લોકહિતને ધ્યાને લઈ યોગ્ય નિર્ણય કરે એવી આશા સહ.

More News : www.ngofatafatnews.com

FB : www.fb.com/ngofatafatnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *