લોકડાઉન સમયમાં ઘણી બધી સેવાભાવી સંસ્થાઓએ અનેક પ્રકારની મહેનત કરી છે ત્યારે એમાની એક સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા બંને સંસ્થાઓ એક જ નેજા હેઠળ ચાલી રહી છે ત્યારે હજારો લોકોને જમવાની વ્યવસ્થા તેમજ કીટ વિતરણ અને ગર્વ લઈ શકાય તેવી 121 રક્તની બોટલો એકઠી કરી આ સંસ્થાએ સુરત શહેરનાં કામરેજ, લસકાણા, શંકરનગર BRTS, દેવિકૃપા સોસાયટી, બાપા સિતારામ આવાસ, ST વર્કશોપ આવા તમામ એરિયામાં સવાર સાંજ ભોજન પૂરું પાડી અનેક લોકોનાં મસીહા બન્યા છે ત્યારે આ સંસ્થાઓએ બે વિભાગમાં રસોડું વિભાજન કરી શ્રીજી આવાસ પાસે રોજનાં 7 થી 8 હજાર વ્યક્તિઓને જમાડી ખુબ સુંદર કાર્ય કર્યું છે, આ રસોડું લોકડાઉન સમયે ખુલતા 500 દીકરીઓને અને 51 બ્રાહ્મણો ને જમાડી ને સાથે બ્રાહ્મણો ને 151 ₹ દીકરીઓને 11 ₹ ભેટ આપી આ મહાન માનવસેવાનું કાર્ય બંધ કર્યું હતું આ કાર્યમાં 100 જેટલી બહેનો અને 150 જેટલા ભાઈઓ ભેગા મળી આ કાર્યને પરિપૂર્ણ કર્યું હતું, આ સંસ્થાનું હજુ એક રસોડું નાના વરાછા ખાતે લોકડાઉન 4.0 દરમિયાન રાબેતા મુજબ ચાલુ રહેશે, આ સંસ્થા ભારત દેશ માટે એક અભિન્ન અંગ ગણાય તે રીતે કાર્ય કરી રહી છે ત્યારે આ સંસ્થાનાં કર્તાહર્તા ડો. પ્રવીણભાઈ તોગડીયા અને એમની ટિમ દ્વારા આ દેશમાં હિન્દુ લક્ષી અનેક પ્રકારનાં કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આ સમગ્ર ટિમ ધન્યવાદને પાત્ર બની છે.
#ngofatafatnews #AHP #surat_soical_work