*ધારી તાલુકાનાં સરસિયા ગામે સુરતથી પધારેલ ડોક્ટરોએ ગ્રામજનોને તબીબી સારવાર આપી, સ્થાનિક આગેવાનો દ્વારા સેવાનાં યોદ્ધાઓનું સન્માન કરાયું*
મારુ કર્તવ્ય મારી ફરજ અંતર્ગત ચાલો જઈએ વતનની વ્હારેનાં બીજા દિવસે વહેલી સવારથી જ 300 થી વધારે યોદ્ધાઓ જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત થઈ આપેલા મિશન પ્રમાણે જબરદસ્ત કાર્ય કરી રહ્યા છે. ત્યારે ધારી તાલુકાનાં સરસિયા ગામ મુકામે 10 બેડનું આઈસોલેશન વોર્ડ અને 90 થી વધારે દર્દીઓની સંપૂર્ણ તપાસ કરી ઉત્તમ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને એક જ સ્થળે થી દવા અને તપાસ થઈ શકે એવી સુંદર વ્યવસ્થા સાથે આયોજકપૂર્વક કાર્ય થઈ રહ્યું છે. આ ગામના જાગૃત અને મોભી એવા શ્રી જીતુભાઈ શેલડીયા દ્વારા ગામને એક એમ્બ્યુલન્સ વાન સેવા માટે અર્પણ કરાઇ છે. આવા જાગૃત નાગરિકને કારણે સમગ્ર ગ્રામજનો પણ હર્ષ અને ઉલ્લાસની લાગણી અનુભવી રહ્યા છે. સુરતથી ખાસ પધારેલ ડોક્ટર ગ્રુપમાં ડો.શૈલેષભાઈ ભાયાણી, ડો. ચેતનભાઈ વાઘાણી, ડો. નરેન્દ્રભાઈ પટેલ, ડો. રમેશભાઈ નકુમ, ડો. રોનકભાઈ વઘાસિયા જેઓ સુરતમાં અનેક કોવિડ દર્દીઓને સારવાર કરી રહ્યા છે. તેઓ ત્યાંથી સૌરાષ્ટ્રમાં ચાર દિવસ માટે ખાસ આવી નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. આ કાર્યનું સંપૂર્ણ આયોજન સુરતની સેવા સંસ્થા દ્વારા મહેશભાઈ સવાણી અને મારુતિ વીર જવાન યુવા ટીમનાં કરૂનેશભાઈ રાણપરિયા દ્વારા કરાયું છે જેમાં હિતેશભાઈ ગોયાણી, હિતેશભાઈ ભિકડિયા, પ્રદિપભાઈ લખાણી, વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા અને ટીમના અન્ય સભ્યોને પણ દર્દીનારાયણની સેવા કરવાનો લાભ મળી રહ્યો છે. આ ગામ થી લઈ સમગ્ર ધારી વિસ્તારનાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને લિઓનીયા રિસોર્ટનાં માલિક હિતેશભાઈ જોશી દ્વારા સુરતથી પધારેલા તમામ મહેમાનોની આગતા સ્વાગતા કરી હતી સાથે સન્માન સમારોહ રાખી અભિવાદન કરાયું હતું.