Educational help Jan Jagruti work Seva Social Work

ભાવનગર માં માલપરા ગામે ફ્રી મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું.

ભાવનગર માં માલપરા ગામે ડૉ. ચેતન વાઘાણી અને વાઘાણી પરિવાર દ્વારા ગામ માં એકતા પ્રતીક ભવ્ય રામ મંદિર નું નિર્માણ કર્યું છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ના ઉત્સવ માં પૂજા પાઠ સાથે સફળ સર્વ રોગ ફ્રી મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું. જેમાં ૫૦૦ થી વધુ દર્દી ને મફત સારવાર અને નિદાન અને નાનકડા ગામ માં ૫૫ થી વધુ રક્ત ની બોટલ એકત્ર કરી. ગામ માં જે શાળા માં નાનપણ માં ભણ્યા એ જ શાળા માં ડૉક્ટર બનીને ડૉ ચેતન વાઘાણી અને ડૉ અંકિત વાઘાણી એ વતન નું ઋણ ચૂકવ્યું. તેમની સાથે ડૉ ભરત મેવાડા સાહેબ હાજર રહ્યા હતા. આ સાથે આજે સત્ત શ્રી સ્વામીજી અને અન્ય સંતોની ભવ્ય પધરામણી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી અને પ્રસંગે આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ ના ઇન્ડીયા હેલ્થ લાઇન ના પ્રાંત અધ્યક્ષ ડૉ. પૂર્વેશ ઢાંકેચા એ પણ હાજરી આપી પૂંજા માં ભાગ લીધો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *