Social Work

સેવા સંસ્થા દ્વારા શરૂ કરાયેલ સાવરકુંડલા આઈસોલેશન સેન્ટરમાં સુરતથી આવેલા તબીબોએ દર્દીઓને સારવાર અપાય.

સેવા સંસ્થા દ્વારા શરૂ કરાયેલ સાવરકુંડલા આઈસોલેશન સેન્ટરમાં સુરતથી આવેલા તબીબોએ દર્દીઓને સારવાર અપાય.

કોરોનાની બીજી વેવ જેની શહેર થી લઈને ગામડાઓમાં ખુબ મોટી અસર ઉભી થઈ છે શહેરમાં તો સારવારની વ્યવસ્થા મળી રહે છે જ્યારે નાના નગરો અને ગામડામાં રહેતા સંક્રમિત થયેલા સભ્યોને સારવાર માટે ખુબજ તકલીફ થાય છે, સાવરકુંડલા અને આજુબાજુ ગામોનાં સભ્યોને પ્રાથમિક સારવાર મળે એ હેતુથી ઓક્ઝિજન સુવિધાઓ સાથે 25 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું છે, સેવા સંસ્થા- સુરત દ્વારા વતનની વ્હારે અભિયાન દ્વારા ડોક્ટરો અને સ્વંયસેવકો સાત દિવસીય સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે જઈને સેવા આપશે જેના ભાગરૂપે આજે સુરતથી આવેલી ટીમો જેમાની એક ટીમ સંક્રમિત સભ્યોની સારવાર અને યોગ્ય માર્ગદર્શન હેતુથી ડો. ચેતનભાઈ વાઘાણી અને ડો. નરેન્દ્રભાઈ પટેલ એ મુલાકાત લઈ દર્દીઓને તપાસી માર્ગદર્શન આપ્યું હતું, તેમની સાથે મારુતિ વીર જવાન યુવા ટીમ હિતેશભાઈ ગોયાણી, વિશાલભાઈ વસ્તરપરા, સનીભાઈ સોજીત્રા ની સાથે વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *